________________
૨૩૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છે કે ઉપયોગમાં વિષયો જ રમ્યા કરે છે. આ છે ગ્રન્થિ. અહીં ઉપયોગ અંદરમાં જઈ શકતો નથી. ગ્રન્થિ હોતે છતે અંદરમાં જવાની ઈચ્છા થતી નથી.
પણ જ્યારે ગ્રંચિ શિથિલ બને, માંદી પડે, પોચી પડે ત્યારે અંદર જવાની ઇચ્છા થાય છે. જ્યારે ટાઈમ મળે ત્યારે જીવ અંદરમાં જવાનો પ્રયત્ન કરે છે.
પ્ર. સાધક અંતર્મુખ થયો હોય તેની નિશાની શું ?
ઉ. અંતર્મુખ સાધક જગતની પ્રવૃત્તિથી છૂટવા માગતો હોય છે. તેને આ બધી પ્રવૃત્તિ વેઠ જેવી લાગે છે. જેને અંદરમાં જવાની ઇચ્છા નથી તે સંસારની બધી પ્રવૃત્તિ આનંદથી કરે છે, તેને વેઠ લાગતી નથી. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં આ પ્રકૃતિનો નિયમ છે.
સંસારમાં રહીને ગ્રન્થિભેદ થઈ શકે છે, સાચા શ્રાવક બની શકાય છે. બસ તમે જાગૃત બનો. જાગ્યા પછી કશું જ અઘરું નથી. અંદરમાં કર્મોનું બળ છે અને બહારથી તમે જાગતા નથી એટલે તોફાની વાંદરાને દારૂ પાયા જેવું થાય છે. અંદરમાં કર્મોનું બળ ભલે રહ્યું, પણ તમે જાગો, પુરુષાર્થ કરો, કર્મમાં ધરખમ સુધારો થશે. કર્મો અનુકૂળ થશે. કશું જ અઘરું નથી. કર્મોને સત્તા આપનાર વિભાવ પરિણતિવાળો આત્મા જ છે અને
જ્યારે આત્માને માલુમ પડે કે મારી સત્તાનો દુરુપયોગ થાય છે. આનાથી મને દુઃખ પડે છે, મારું સ્વરૂપ અવરાય છે ત્યારે આત્મા, કર્મો પાસેથી તે સત્તાને છીનવી લે છે. દા.ત. જેવી રીતે પરદેશ જતી વખતે નિરુપાયે તમે પાવર ઓફ એટર્ની તમારા મિત્રને આપ્યો હોય હવે તેનો દુરુપયોગ થતો જણાય તો તમે તે પાવર પાછો ખેંચી લો છો. withdraw કરો છો. બસ, આ જ રીતે સમજાઈ જવું જોઈએ કે કર્મો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય પુણ્ય સ્વરૂપે સુખ આપતાં હોય કે પાપ સ્વરૂપે દુ:ખ આપતાં હોય આ બંને વિભાવ દશા છે. મારું સ્વરૂપ નથી. આ બંનેથી તો મારું સ્વરૂપ ઢંકાઈ જાય છે. બહાર આવી શકતું નથી. બસ આ જાગૃતિ તમને ઠેઠ મોક્ષ સુધી લઈ જઈ શકશે. સંસારના સુખ પરના ગાઢ રાગની તથા સંસારના દુ:ખ પ્રત્યેના ગાઢ ઢષની પ્રન્થિ શિથિલ થાય ત્યારે અંદરમાં, સ્વરૂપ તરફ જવાની ઇચ્છા જાગે છે. આત્મસાક્ષાત્કાર કરવાની ઇચ્છા જાગૃત થતાં જીવ આત્મકલ્યાણનો માર્ગ શોધવા પ્રયત્ન કરે છે. સંસારના પદાર્થમાં દુ:ખ છે એમ સમજાય તે આત્મા અવશ્ય એક દિવસ પ્રન્થિભેદ કરશે.
જેને આત્મસાક્ષાત્કારની ઇચ્છા, તાલાવેલી, તલસાટ જાગે છે તે પહેલાં સંસારની બધી ઈચ્છાઓને કચરવાની શરૂઆત કરશે જ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org.