________________
સમ્યકત્વનાં પાંચ લક્ષણો
પ્રથમ અપૂર્વકરણ પહેલે ગુણઠાણે, પ્રન્થિભેદ પણ પહેલે ગુણઠાણે થાય છે. એનાથી સમકિત પ્રાપ્ત થતાં જીવ ચોથે ગુણઠાણે આવે છે. અહીં હેય - શેય – ઉપાદેયનો યથાર્થ વિવેક હોય છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિકય સ્વરૂપ પાંચ લિંગ = ચિન્ડથી ઓળખાતું સમ્યગ્દર્શન એ આત્મપરિણામ છે.
(૧) પ્રશમ = અનંતાનુબંધીના ક્ષયોપશમજન્ય ઉપશમભાવ. સમ્યકત્વીને ગુસ્સો ન આવે એમ નહીં પણ આવે એટલે શમી જાય. સમ્યત્વીને કોઈ શત્રુ નથી. તેને બધા મિત્ર છે. એટલે કષાય - ક્રોધનો પરિણામ વધુ ટકે જ નહીં. સમકિતી અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂળ વિચાર કરી શકે નહિ જેની સાથે ગુસ્સો કર્યો હોય એની સાથે બીજી જ સેકન્ડે બેસીને વાત કરી શકો એવી કળા કેળવી છે ? આનું નામ કષાય ઉપરનો કાબૂ !!! સ્વાભાવિક રીતે કષાય ઊઠે જ નહીં, આપણે કહીએ તેમ કષાય કરે તો તે કષાય વ્યવસ્થા માટે કર્યો કહેવાય. જીવે કષાયની અવસ્થાનો અનુભવ નથી કર્યો. અને કષાય કહે તેમ આપણે કરીએ તો તે આપણી કષાયાધીનતા જાણવી. કષ = સંસાર; આય = લાભ; જેમાં સંસારની વૃદ્ધિ થતી હોય તે બધી પ્રવૃત્તિ કષાયમૂલક જાણવી અને શમની પ્રવૃત્તિ માટે જ્ઞાનસારમાં પ.પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જણાવ્યું છે કે,
“વિવ વિષયોતિ સ્વભાવાનિવૃતઃ સદા
ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥"
જ્યાં વિકલ્પોની હારમાળા સ્વભાવના આલંબનના કારણે હમેશાં શાંત થયેલી હોય છે એવો જ્ઞાનનો જે નિચોડ છે તે શમ કહેવાય છે.
(૨) સંવેગ = મોક્ષાભિલાષા. મોક્ષ = આત્મસ્વરૂપ, પૂર્ણ આનંદ જેને મોક્ષની વાસ્તવિક ઈચ્છા થઈ છે તેને આ સંસારમાં વિડંબના-ત્રાસ સિવાય કિંઈ દેખાતું નથી. વિષયાસક્તિ ન હોવાથી કષાય ઊઠે કે તરત શાંત થઈ જાય. આ સમકિતીના બોધનું સ્પષ્ટ વર્ણન કરતાં ઉપાધ્યાયજી મ. સમકિતના ૬૭ બોલની સક્ઝાયમાં કહે છે : ““સુરનર સુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવસુખ એક.' સંસારનું સુખ દુ:ખપ્રતિકાર રૂપ જણાતાં તેને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ઝંખના, કામના સતત રમતી હોય છે.
સંસાર સુખ અને મોક્ષસુખ વચ્ચેનું અંતર સંસારનું સુખ ક્ષણિક છે તેને લાંબુ કરવા જતાં વિકૃત બની જાય છે. આઈસક્રીમ બહુ જ ભાવે, હવે મોઢામાં મૂકી જ રાખો. ન તો અંદર ન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org