________________
અસંગ, મૌન, એકાંત – સાધનાનાં અંગો
द्वितीयाऽपूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् ।
आयोज्यकरणादुर्ध्वं द्वितीय इति तद्विदः ॥ १० ॥
સામર્થ્યયોગના બે પ્રકાર છે. ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ, સંન્યાસ ત્યાગ. આમાં બીજા અપૂર્વકરણમાં ધર્મસંન્યાસ છે. તેમાં ક્ષયોપશમભાવોના ધર્મનો ત્યાગ હોય છે. આ તાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય છે. આ પારમાર્થિક છે. અતાત્ત્વિક ધર્મસંન્યાસ પ્રવ્રજ્યાકાલમાં આવે છે. પ્રવ્રજ્યાકાળમાં જે ધર્મસંન્યાસ આવે છે તે પ્રવૃત્તિ સ્વરૂપ સંન્યાસ હોય છે. અહીં સંસારનો ત્યાગ કરીને ચારિત્ર લેવાનું હોય છે. વળી પરમાત્માની પૂજા, સાધુસેવા, સાધુ દાનાદિ આ બધી પ્રવૃત્તિનો પણ ત્યાગ થાય છે. જેમ જેમ ગુણસ્થાનકોમાં ઉપર વધીએ તેમ તેમ પ્રવૃત્તિ ઘટતી જાય છે અને પરિણતિ વધતી જાય છે. સાધનો ઘટતાં જાય, પરિણતિ શુદ્ધિ વધતી જાય એ અતાત્ત્વિક સામર્થ્યયોગ છે. ત્યાં પણ જીવ વીર્ય ફોરવે છે. સામર્થ્ય વિના સંન્યાસ-ત્યાગ કઈ રીતે આવી શકે ?
આર્યદર્શનોમાં ત્યાગનો મહિમા છે. ત્યાગી જે ત્યાગનું પરાક્રમ કરી શકે છે તે ગૃહસ્થ કરી શકતો નથી. ત્યાગનું પરાક્રમ પોતાને ઉપકાર કરે તેમ પરને પણ ઉપકાર કરે. આ જગતની ચીજોનો સંગ્રહ કરવાનો નથી. જેના વિના ગૃહસ્થનું જીવન ચાલે નહીં, તેવું મુનિ જીવન પરમાત્માએ બતાવ્યું. સર્વવિરતિજીવન એ સર્વથા નિષ્પાપજીવનની પ્રક્રિયા છે તેમાં દરજી, સુથાર, ઘાંચી, લુહાર અઢાર કોમમાંથી કોઈની જરૂર પડતી નથી.
=
પેટલાદ પાસે દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદે આશ્રમ ખોલ્યો છે. તેઓ કહે છે જૈનોના સાધુ જેવું નિષ્પાપ જીવન અમે જીવી શકતા નથી; જૈનોમાં એવી સુંદર વ્યવસ્થા છે કે સાધકો નિષ્પાપ જીવન જીવી શકે છે. કંચન અને કામિની એ બંને ત્યાગીને અસ્પૃશ્ય હોવા છતાં જૈનોના ભક્તો જેવા અમારા ભક્તો ન હોવાથી હું આજે કામિનીથી અસ્પૃશ્ય હોવા છતાં, કંચન વિના રહી શકતો નથી એટલે અનિચ્છાએ વ્યવસ્થા ખાતર પણ મારે કંચન રાખવું પડે છે.
આવી પ્રવૃત્તિ લક્ષણ સંન્યાસરૂપ પ્રવ્રજ્યા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org