________________
૨૩૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
નીકળીને ક્ષયોપશમ ભાવોની પ્રધાનતાથી જીવવું જોઈએ. ક્ષયોપશમભાવમાં કર્મોની તાકાત મંદ થઈ ગયેલી હોવાથી આત્માર્થ સાધવા માટે બાધક બનતા નથી. છતાં ય આ સાધના છે, સ્વરૂપ નથી માટે ધર્મસંન્યાસમાં ક્ષાયોપથમિક ભાવોના ધર્મોને છોડીને ક્ષાયિકભાવના ધર્મો પ્રાપ્ત કરવાના છે આથી જ મુહપત્તિના બોલમાં આપણે બોલીએ છીએ કે ““સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું.” મિથ્યાત્વ મોહનીય તો બાધક છે જ. મિશ્રમોહનીય પણ સાધક નથી ત્યારે નિશ્ચયથી ૪-૫-૬-૭ ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતને શોભાવતી સમકિત મોહનીયને પણ પરિહરવાની વાત એ સર્વજ્ઞશાસનની દેન છે. કારણકે સમકિતમોહનીયમાં મિથ્યાત્વનો ચાર સ્થાનક રસ ઘટીને જઘન્ય દ્વિસ્થાનક રસ રહ્યો છે. બસ આ રસહાનિ ભલે સમકિત આપે પણ આ રસને પણ કાઢીને ક્ષાયિક સમકિત ! પ્રાપ્ત કરવાનું છે. આ પ્રક્રિયા અદ્ભુત છે. જૈન શાસન સર્વજ્ઞમૂલક છે તેની સિદ્ધિ સ્વરૂપ છે. આ રીતે ધર્મસંન્યાસ, અર્થાત્ ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ થયા પછી યોગસંન્યાસ આવે છે તેમાં મન - વચન - કાયાના વ્યાપારને સ્થગિત કરવામાં આવે છે. મનથી વિચારણા, વાણીથી ઉચ્ચારણ અને કાયાનું હલનચલન અહીં હોતું નથી. આ યોગસંન્યાસ ચૌદમે ગુણઠાણે હોય છે. ધર્મસંન્યાસ ક્ષપકશ્રેણીમાં અથવા ઉપશમશ્રેણીમાં આઠમા અપૂર્વકરણ ગુણઠાણેથી શરૂ થાય છે. અપૂર્વકરણ નામ એટલા માટે પડ્યું કે આવો અધ્યવસાય, પરિણામ (કરણ) પૂર્વે ક્યારે પણ સ્પર્ધો નથી માટે અપૂર્વકરણ નામ પડ્યું છે. પહેલું અપૂર્વકરણ પ્રન્થિભેદ વખતે આવે છે. તેનો વ્યવચ્છેદ કરવાનો છે. પહેલા અપૂર્વકરણમાં આ સામર્થ્યયોગ પ્રાપ્ત થતો નથી. પહેલા ગુણઠાણે અપૂર્ણકરણ પરિણામ એ કારણ છે અને પ્રસ્થિભેદ એ કાર્ય છે. ગ્રન્થિભેદ થયા પછી સમ્યક્ત્વ થાય છે.
સમકિત મળતાં જીવનો સંસાર ઉપરનો આદર નીકળી જાય છે. સંસારમાં સુખબુદ્ધિ ન રહેવાથી સ્વાભાવિક રીતે તેના પ્રત્યેની આસ્થા અને બહુમાન ઓછું થઈ જાય છે. આ વખતે જીવને આત્માની ઝાંખી થતાં જન્માંધને ચક્ષુ મળ્યાની જેમ અતિ આનંદ થાય છે. એક માણસનાં ચક્ષુ લઈ લ્યો અને બધાં જ સુખો આપો અને એક માણસને ચક્ષુ આપો અને તેનાં બધાં જે સુખો લઈ લ્યો. તેમાંથી કોને સુખ વધે ?
જ પંજાબના રાણા રણજિત પાસે એક ભિખારી આવ્યો. રડે છે. કરગરે છે, રાજન ! મારી પાસે કંઈ નથી, ત્યારે રાજા કહે છે, ભાઈ ! તારી પાસે તો ઘણું છે. ભિખારી કહે છે - ના, મારી પાસે તો કંઈ જ નથી. સારું, શરત કરવી છે ? તારી પાસે છે તે મને આપે તો તું માગે તે તને આપું. બોલ તારે શું જોઈએ છે ? હું આપવા તૈયાર છું. પેલા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org