________________
સામર્થ્યયોગ અને તેના પ્રકાર
જેમાં વીર્યનું ફુરણ પરાકાષ્ઠાએ હોય છે તે સામર્થ્યયોગ છે. સામર્થ્યયોગમાં શાસ્ત્રોક્ત વિધિની અપેક્ષા હોતી નથી. શાસ્ત્રનો વિષય છુટ્ટા ગુણસ્થાનક સુધી હોય છે. સામાન્યથી નિમિત્ત પામીને ઉપાદાનની પરિણતિ ફરતી રહે છે. ઉપાદાનની પરિણતિ નિમિત્તને આધીન છે, સ્વયે ફુરણા પામતી નથી. સામર્થ્ય યોગમાં ઉપાદાનની બળવત્તરતા હોવાથી તેને શાસ્ત્રની વિધિની અપેક્ષા હોતી નથી, ત્યાં સાધક અનુભવના જોરે આગળ વધતો હોય છે. સામર્થ્યયોગની ભૂમિકા સાતમા ગુણસ્થાનકથી થાય. ક્ષપકશ્રેણીમાં સામર્થ્યયોગ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતો જાય. બધાનું સામર્થ્ય સરખું ન હોય. તેના અસંખ્ય ભેદ પડે છે. ઉપશમશ્રેણી પણ સામર્થ્યયોગમાં આવે. સામર્થ્યયોગ અને કેવળજ્ઞાનની વચ્ચે પ્રાતિજ્ઞાન આવે છે. તે શ્રુતજ્ઞાન પણ નથી અને તેનાથી ભિન્ન પણ નથી. આ સામર્થ્યયોગ બે પ્રકારે છે.
द्विधायं धर्मसंन्यास - योग संन्यास संज्ञितः ।
क्षायोपशमिका धर्मा योगाः कायादि कर्म तु ॥ ९ ॥ (૧) ધર્મસંન્યાસ યોગ (૨) યોગસંન્યાસ યોગ. સંન્યાસ એટલે ત્યાગ સંન્યાસી બન્યો એટલે ત્યાગી બન્યો. ઘર – બાર - પૈસા – ટકા - કુટુંબ - કબીલાના ત્યાગીને સંન્યાસી કહેવાય છે. પ્રારંભિક, અતાત્વિક, સ્થૂલકક્ષાનો સામર્થ્યયોગ છે.
વાસ્તવિક આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થનાર સામર્થ્યયોગમાં ધર્મસંન્યાસ એટલે ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ આવે છે. આખો સંસાર ઔદયિક ભાવથી ચાલે છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થતી અવસ્થાને ઔદયિક ભાવ કહેવાય છે.
કર્મના ઉદયથી સુખ મળે છે, કર્મના ઉદયથી દુઃખ મળે છે, કર્મના ઉદયથી દુબુદ્ધિ મળે છે, કર્મના ઉદયથી અનુકૂળતા મળે છે, કર્મના ઉદયથી પ્રતિકૂળતા મળે છે. આ કામ કર્મના ઉદયથી થાય છે. ઉદયમાં આઠે કર્મો હોય છે. તેમાંથી ૪ ઘાતકર્મો સંપૂર્ણપણે પાપરૂપ છે. ૪ અઘાતી કર્મોમાં બે ભેદ છે.
(૧) પુણ્ય પ્રકૃતિ (૨) પાપ પ્રકૃતિ.
શાતા, ઉચ્ચગોત્ર, મનુષ્યાયુ, તિર્યંચાયુ, દેવાયુ, શુભસંસ્થાન, શુભવર્ણાદિ, દેવાદિ ગતિ, યશ, સૌભાગ્ય, આદેય - ત્રસ, પ્રત્યેક વગેરે પુણ્યપ્રકૃતિ છે તેનું વેદન જીવને અનુકૂળપણે થાય છે. જીવે પુણ્યપ્રકૃતિ બાંધી હોય તો તે પુણ્યના ઉદયકાળે જીવને સુખ મળે છે. જીવે પાપ પ્રકૃતિ બાંધી હોય તો તે પાપના ઉદયકાળે તેને દુઃખ, દરિદ્રતા, દૌર્ભાગ્યાદિ પ્રતિકૂળતાઓ મળે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org