________________
સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે ? '
૨૩૧
તમારી પાત્રતા પ્રમાણે બીજાને આપતા જાવ. મોક્ષે જવા માટેનો શોર્ટ કટ, સદ્ગતિ જવા માટેનો ટૂંકો રસ્તો એ છે કે આપીને આનંદ પામો. ખાલી આપવું એમ નહીં પણ આપીને રાજી થાઓ. તમારો દીકરો કલાકો સુધી ફોનમાં ગપ્પા મારી, હોટલમાં રખડી પૈસાનો અપવ્યય કરે છે છતાં લક્ષ્મીનો સદુપયોગ કરવાનું મન થતું નથી. ગુણસંપન્ન દીકરાના બાપ થાવ તો બાપનો પુણ્યોદય સમજવો. એમ લક્ષ્મી સન્માર્ગે - સાતક્ષેત્ર અને આઠમું અનુકંપા ક્ષેત્રમાં વવાય તો લક્ષ્મીનો પુણ્યોદય સમજવો.
આત્મશુદ્ધિ પ્રક્રિયા आवस्सयमुभयकालं, ओसहमिव जे कुणंति उज्जुया ।
जिणविजकहियविहिणा, अकम्म रोगाय ते हंति ॥ પડાવશ્યકની કરણીથી પંચાચારની શુદ્ધિ થાય છે. (૧) જ્ઞાનાચારની શુદ્ધિ : સામાયિક અને વંદન આવશ્યકની થાય છે.
કેમ કે, સામાયિકમાં સઝાય કરવાની પ્રતિજ્ઞા લીધેલી હોવાથી
પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાનો હોય છે. (૨) દર્શનાચારની શુદ્ધિ : ચૈત્યવંદન આવશ્યકથી થાય છે, કારણ કે
સમ્યકત્વના કારણભૂત શ્રી જિને વચનમાં, શ્રી જિનેશ્વર ભગવંતના ચારે નિપાના આલંબન વડે, સાધ્ય - સાધન ભાવમાં શ્રદ્ધા,
પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે. (૩) ચારિત્રાચારની શુદ્ધિ : સામાયિક ચતુર્વિશતિ-સ્તવ વંદન અને
પ્રતિક્રમણ એ ચારે આવશ્યકની કરણી વડે થાય છે. કારણ કે આ ચારે પ્રકારની કરણી પરસ્પર સમસ્ત આચારમાં સહાયકારી
છે. (૪) તપાચારની શુદ્ધિ : પચ્ચકખાણ આવશ્યક વડે થાય છે. (પ) વીચારની શદ્ધિ : છ એ આવશ્યકમાં યથાશક્તિ વિધિ -
નિષેધ પૂર્વક યથાર્થ ભાવે પ્રવર્તન કરતાં વીર્યાચારની શુદ્ધિ થાય છે. અન્યથા વિરાધક થવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org