________________
સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે? .
૨૨૯
સંસારમાં ડોક્ટરો દર્દનું નિદાન કરે છે અને દર્દી તે ડૉક્ટરની દવા પીને રોગનો નિકાલ કરે છે. હવે કોઈ આપણા દોષો બતાવે તો નિદાનનું અડધું કામ તે ભાવડોક્ટરે કરી આપ્યું, હવે માત્ર પચાસ ટકા કામ દવા લેવાનું તમારું બાકી છે તો દોષ બતાવનાર સજ્જનનો ઉપકાર માનજો. દોષો ખટકે તો ઉત્થાન શક્ય બની શકે. આજના મોટા ભાગના જીવો ધર્મ કરવા છતાં ધર્મનું ફળ પામતા ન હોય તો એનું કારણ છે કે મોટા ભાગના જીવો ડબલ રોલમાં જીવે છે. ધર્મ અને જીવનને તેમણે વિભક્ત કર્યું છે. હકીકતમાં તો જીવનમાં ધર્મ જોઈએ એટલે કે ધર્મમય જીવન જોઈએ. પણ વજલેપ જેવો મોહ તમારી છાતી ઉપર કબજો જમાવી બેઠો છે એના કવચને તોડવા માટે વજના ઘા જ મારવા પડે તેમ છે. અનાદિકાલીન ભાવરોગને દૂર કરતાં પહેલાં એ મોહ શેતાનને તમારે ઓળખવો જ પડશે તમારા દોષો તમને બતાવી શકે એવું આ જગતમાં કોણ છે ?
કરણાબુદ્ધિ, હિતબુદ્ધિ, કલ્યાણબુદ્ધિથી તમારા ઝીણામાં ઝીણા દોષોને મેગ્નીફાઈગ ગ્લાસથી એલાર્જ કરીને બતાવવા – એનું નામ વ્યાખ્યાન. આજે કોઈને દોષ બતાવી શકાય એમ છે ? એક સાથે એક લાખ વીંછીના ડંખની વેદનાના પાપોદય કરતાં પણ તમારા ગુરુ એની દષ્ટિનાં તમને અયોગ્ય જુવે છે અને એને તમને કાંઈ પણ કહેતાં વિચાર કરવો પડે છે એ તમારો પાપોદય અતિ – અતિ અતિ ભયંકર છે. લાયકાત બહુ મોંઘી, બહુ ઊંચી ચીજ છે. જેને કોઈ કહેનાર નથી એના વિકાસનાં બધાં દ્વારા બંધ છે, માટે હંમેશાં ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ. ગુરુકુળવાસ એ વ્યવહારથી બ્રહ્મચર્ય
એક શેઠ ૯૦ વર્ષના છે. તેનો છોકરો ૬૦ વર્ષનો છે. બંને વ્યાખ્યાન સાંભળે છે. એકાએક બાપ છોકરાને છત્રી લગાવી દીધી. ૬૦ વર્ષનો છોકરો એ કંઈ નાનો છે ? એને પણ છોકરા હોય ને ? અને બાપે છત્રી મારી એ જોઈ આખી સભા સ્તબ્ધ બની ગઈ. સભાને સાશ્ચર્ય જોઈ છોકરાને થાય છે કે મારે કંઈક કહેવું જોઈએ. છોકરાએ વિનિત સ્વરે કહ્યું કે, “આપ જે સમજ્યા હતા તે ખોટું હતું” બાકી કેમ માર્યું ? એ બધી વાત કંઈ જ નહીં, પુત્ર સાધના સત્યને સમજતો હોય એટલે પિતાની વર્તણૂક પ્રત્યે કોઈ અરુચિ નથી. બાપે છત્રી મારી એ પિતાજીનો વિષય હતો પણ દીકરો તેમાં સંશોધન કરી ન શકે ? આર્યસંસ્કૃતિનો નાદ અહીં જોવા મળે છે. આજે તો બુદ્ધિજીવીની જમાત how and why?માંથી ઊંચી આવતી નથી. પહેલાંના જમાનામાં કૂતરા ભસતા હતા – હાઉ હાઉ કરીને આજે માણસો how કહીને ભસી રહ્યા છે. આજે તમે મર્યાદાનાં બંધનો તોડી નાંખ્યાં છે. અંતઃકરણને વાસનાથી ભડકાવી નાખ્યું છે. ભોગમાં સ્વાર્થી બન્યા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org