________________
સમતા અને સમકિત બંનેમાં કોણ ચડે ?
મિથ્યાત્વની બલવત્તરતા હોવા છતાં તે પહેલા ગુણસ્થાનક સુધી છે જ્યારે કષાયોની વ્યાપકતા દસમા ગુણસ્થાનક સુધી છે એટલે સમકિત પામવા માટે તમે કષાયના પરિણામને ઘટાડતા જાવ, સમતા વધારતા જાવ, સમતાના બળે ઉપરના ગુણસ્થાનક સ્પર્શી શકાય છે અને સમકિત અને સંયમ બંને પામી શકાય છે. એક જ કામ કરવાનું છે લો. સમતાને સ્પર્શી લો. સમતા સમકિતને ખેંચી લાવશે. વિરતિને ખેંચી લાવશે અને ક્ષપકશ્રેણીને ખેંચી લાવશે. આ જ વાત જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે શમાષ્ટકમાં કહી છે.
કષાયના વિરોધીપણાને પકડી
—
ज्ञानध्यानतपः शील सम्यक्त्वसहितोप्यहो ।
तं नाप्नोति गुणं साधु, यं प्राप्नोति शमान्वितः ।
સમકિત પૂર્વકના જ્ઞાન, ધ્યાન, તપ, શીલ સદાચારથી જીવુ જે નથી પામતો તે સમતાથી પામે છે.
—
સમ્યક્ત્વ છે, પણ કષાય કરે છે તો મિથ્યાત્વે ગબડવાની સંભાવના છે. સમ્યક્ત્વ નથી પણ કષાય નથી કરતો, કષાય ઓછા થયા છે તો સમ્યક્ત્વ પામવાની સંભાવના છે.
ક્રોધનો વિરોધી પરિણામ ક્ષમા, લોભનો વિરોધી પરિણામ સંતોષ એ સમતા છે.
ક્રોધ કરશો તો સમ્યક્ત્વ ચાલ્યું જશે, લોભ કરશો તો સમ્યક્ત્વ ચાલ્યું જશે. બીજું બધું કદાચ ચાલી શકશે પણ આ ક્રોધ અને લોભ બે ચંડાળ જેવા છે.
આ બંને અસ્પૃશ્ય છે. એ જેને નહીં અડે તેના માટે સમતા સહેલી છે. જે સમતાને પકડે છે એના માટે બધું સહેલું છે. દર્શનમોહ પોતાના અસ્તિત્વથી મિથ્યાત્વને ટકાવે છે. ચારિત્રમોહ પોતાના અસ્તિત્વથી અવિરતિ, કષાયને ટકાવે છે. પચ્ચીસ પ્રકૃતિ ચારિત્રમોહનીયની છે. તમે ક્રોધ – લોભના વિરોધી પરિણામને સ્પર્શતા ગયા એટલે ચારિત્ર મોહ કચડ્યો.
Jain Education International 2010_05
આત્માનું આંતરનિરીક્ષણ કરી, દુષ્ટ વૃત્તિઓને શોધીને કાઢવાની છે. આ સાધનાને બદલે સાધકની મનોવૃત્તિમાં એવી પકડ હોય કે, ‘મારી દુષ્ટવૃત્તિ કોઈ જાણી ન જાય તો સારું.' તો આ મિથ્યાભાવ છે. દુષ્ટ વૃત્તિનું પ્રદર્શન ખટકે છે પણ દુષ્ટ વૃત્તિનું અસ્તિત્વ ખટકતું નથી તેનો ઉદ્ધાર ક્યારે થશે ? તમને સારા બનવું ગમે છે કે સારા દેખાવું ગમે છે ? જાતે જ નિર્ણય
કરવો પડશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org