________________
વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ
૨ ૨૭.
એ મિથ્યાત્વ છે. રાજસ અને તામસ ભાવ ઉપર સતત ઘણના ઘા કરવાના છે. પછી ઓછા જ્ઞાનથી અને અલ્પ ક્રિયાથી પણ પ્રસ્થિભેદ સહજ બનશે. ક્રિયા કરવા છતાં જે ફળ મળવું જોઈએ તે ફળ જો ન મળે તો તે તેવી લાખો ક્રિયાથી શું લાભ ? ક્રિયાથી કંઈ મળતું નથી, તે ભૂલ સુધારવા માટે આ વ્યાખ્યાન છે. ક્રિયાને ખાંડવા હું બેઠો નથી ક્રિયાને ઉડાડવા નથી બેઠો. અનંતભવોની ભૂલ એક ભવમાં સુધારી શકાય એવી તક છે. અનંતભવનું દેવું એક ભવમાં ચૂકવી શકાય એવું સ્થાન મળ્યું છે. દેવું ચૂકવવું છે ? એ માટે જ્ઞાનને પૂરક બનાવવાનું છે. ક્રિયાને પૂરક બનાવવાની છે. જ્ઞાન - ક્રિયા એ અવલંબન છે. જ્યાં સુધી જીવ સમ્યક ક્રિયા કરે છે ત્યાં સુધી વિપરીત ક્રિયાથી તે બચે છે. અશુભ કર્મબંધથી અટકે છે. આ નેગેટીવ ફળ પહેલું મળે છે. પછી એ ક્રિયા કરતાં આવડી જાય તો ઠેઠ ઈષ્ટ સ્થાને પહોંચી જાય. એ ક્રિયા કરતાં કરતાં જેવો વૈરાગ્ય દાવાનળ અંદરમાં બને ત્યારે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે. સાત્ત્વિક ભાવોને અંદરમાં બહુ ઘૂંટ ચૂંટ કરે ત્યારે ક્યારેક એમાંથી ચિનગારી ફૂટે છે. પણ પરપદાર્થની રુચિ, એનું આકર્ષણ, એની સ્પૃહા આત્માને સ્વરૂપ તરફ જતાં અટકાવે છે – સાત્ત્વિક ભાવોને ચૂંટવામાં આ સ્પૃહા પ્રતિબંધક બને છે. આ સ્પૃહા જેવું ખરાબ કોઈ તત્ત્વ નથી.
જીવો પ્રત્યેનો દ્વેષ જેમ સમ્યત્વમાં પ્રતિબંધક બને છે તેમ પર પદાર્થનું આકર્ષણ, રુચિ, ઇચ્છા એ પણ આત્મસાધનામાં પ્રતિબંધક છે.
વ્યવહાર સમ્યકત્વ या देवे देवता बुद्धि, गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥
નિશ્ચય સમ્યકત્વ रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते । ગાયત્તે તત્ર, રામેન સા .
.....
.
.
.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org