________________
વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ
૨ ૨૫
સમજવો.
જેનો જીવનવ્યવહાર પવિત્ર છે, ઉમદા છે, જીવો પ્રત્યે પ્રેમ, વાત્સલ્ય, સહાયક ભાવ છે તેમ તેમ આત્મા ગુણોમાં આગળ વધે છે. અહંકારાદિ દોષો તૂટતા જાય છે.
- સાધકે ખાલી અનુષ્ઠાન કરીને રાજી થવા જેવું નથી. ક્રિયા એ કર્મ છે. પરિણામે બંધ છે અને ઉપયોગ એ ધર્મ છે, સદનુષ્ઠાન વખતે પણ અંદરના મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રમાણે કર્મબંધ થાય છે. એના વિપાકોદયને જીવ પોતાની જાગૃતિ પ્રમાણે વેદે છે. જાગૃત આત્મા દ્રષ્ટા બની શકે છે. અજાગૃત આત્મા કર્તા – ભોક્તા બન્યા વિના રહે નહીં. આ જ અજ્ઞાન છે. કર્મોને વિપાકોદયથી ભોગવવાં એ જ વાસ્તવિક સંસાર છે.
- સાધનાના લક્ષ્ય સાથે જ જીવવાનું છે. બીજા બધા લક્ષ્યો એ આત્મસ્વરૂપના લક્ષ્યને કચડી નાંખે છે. કરોડપતિ બનવાનું લક્ષ્ય, દીકરાને પરણાવવાનું લક્ષ્ય, પૌત્રને જોવાનું લક્ષ્ય આ બધા લક્ષ્ય સાધનામાં બાધક બને છે.
સાધકે વિરૈષણા, પુત્રેષણા, લોકૈષણાથી બહાર નીકળવાનું છે.
સાધના માટે સ્વરૂપની રુચિ તીવ્ર જોઈએ. બીજી બધી સ્પૃહાઓ સાપેક્ષા છે. તેમાંથી સંસારનું સર્જન થાય છે. મોક્ષની સ્પૃહા તમને નિઃસ્પૃહ બનાવે છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, સત્સંગ, નવકારસી વગેરે કરવાથી જાતને ધર્મ કરી લીધો એમ માનો છો તે વ્યાજબી નથી. એકલા વ્યવહાર ઉપર જૈન શાસન છે ? જરૂર ક્રિયા કલ્પવેલડી જેવી છે. એમાં ઉપયોગ ભળતાં તે ચેતનવંતી બને છે. આ આંતરિક ક્રિયા છે. ઉપયોગ જોડાતાં ક્રિયા ભાવક્રિયા બને છે. દ્રવ્યક્રિયા માટીના ઘટ જેવી છે. જે ક્રિયામાં આત્માનો ઉપયોગ ભળ્યો, આદર, બહુમાન ભળ્યા, આત્મા તચિત્ત બન્યો ત્યારે તે સુવર્ણના ઘટ જેવી ભાવક્રિયા બને છે. વારંવાર તન્મયતા થવાથી જે ભાવક્રિયા થાય છે તે ધ્યાનસ્વરૂપ બને છે. “ગુરુતત્ત્વવિનિશ્ચય' ગ્રંથમાં પ્રતિક્રમણને પણ ધ્યાન કહ્યું છે. સિનેમાના પડદા ઉપર ચિત્રો બદલાતાં જાય છતાં તેમાં એક ઉપયોગ બનતો રહે, તેમાં જીવ લીન બની જાય છે તેવી રીતે સૂત્રો જુદા જુદા બોલાતાં હોય અને સાધક સૂત્ર અર્થ અને તંદુભયથી તન્મય, તલ્લીન બનતાં તે ક્રિયા તેના માટે ધ્યાન બની જાય છે. આ અભ્યાસથી જીવ પછીના કાળમાં એક આસન સ્થિરતાપૂર્વક એકાંતમાં-ધ્યાનમાં બેસી શકે છે. વ્યવહારધર્મનો અર્થ માત્ર અનુષ્ઠાનમાં જ સીમિત ન કરવો, સામાયિકાદિ કરી લીધું એટલે વ્યવહાર ધર્મ થઈ ગયો ? ના, વ્યવહારધર્મ વાસ્તવિક તે કહેવાય કે તે તે ક્રિયા કાળે પણ મૈત્રી આદિની છાયા તેમાં ભળેલી હોય. ક્રિયા કાલે અમૈત્રી આદિ ભાવો ભળેલા હોય તો તે વ્યવહારધર્મ પણ બની Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org