________________
વિષયાસક્તિ કષાયોત્પત્તિનું બીજ
સામર્થ્યની જ જેમાં પ્રધાનતા છે એવા ધર્મવ્યાપારને સામર્થ્યયોગ કહેવાય છે અને તે ક્ષપકશ્રેણીમાં જ પ્રાપ્ત થાય છે. મનુષ્યજન્મમાં દૃષ્ટિને અંદરમાં વાળ્યા સિવાય અંદરના કર્મના થરો નીકળતા નથી. મારે અંતર્મુખ બની સામર્થ્યયોગ પામી કર્મનો અંત કરવો છે આવો નિર્ધાર કરીને જીવે સમતામાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ. સ્યાદ્વાદષ્ટિથી પદાર્થને જોતાં તેનું સાચું સ્વરૂપ સમજાય છે.
મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનક સુધી હોય છે અને કષાય દસમા ગુણસ્થાનક સુધી હોય છે તો આ બેમાં કોણ વધારે ખરાબ ?
મિથ્યાત્વ એ પદાર્થની વિપરીત પ્રતિપત્તિ કરાવનાર છે જે પુદ્ગલમાં સુખ નથી તેમાં સુખ દેખાડનાર મિથ્યાત્વ છે એ હિસાબે મિથ્યાત્વ વધારે ખરાબ છે. વિષયાસક્તિ એ કષાયોત્પત્તિનું બીજ છે માટે મિથ્યાત્વ વધારે ખરાબ છે પણ કષાયો હોતે છતે મિથ્યાત્વમાં, અવિરતિમાં સરકી જવાની શક્યતા છે. માટે કષાયો પણ ભયંકર છે.
સુણતાં સુણતાં પંડિત થશો તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. પણ સાધનામાં તો મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. આ જ વાતને કબીરજી પોતાની ભાષામાં કહે છે.
પોથી પઢ પઢ પંડિત ભએ, ભયાન પંડિત કોઈ, ઢાઇ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.’
સામર્થ્યયોગ પામવા એના પાયામાં શું જોઈએ ?
વીતરાગતા પ્રેમસ્વરૂપ છે. ઘાતીકર્મના ક્ષય માટે પ્રેમ જોઈએ. વીતરાગતામાંથી પ્રેમ જ ઝરે છે. જે દૃષ્ટિમાંથી દ્વેષ ઝરે ત્યાં વીતરાગતા તો ન જ હોય અને વૈરાગ્ય દેખાતો હોય તો તે વૈરાગ્ય પણ બનાવટી હોય; કૃત્રિમ હોય.
આજે શું ચાલી રહ્યું છે ? આપણા વિચારો, આપણી માન્યતા એ આપણા પૂરતા રાખવાના છે. બીજા સમજે તો સમજાવી શકાય. પણ બીજા ઉપર આપણા વિચારો લાદવા તે વ્યાજબી નથી.
ગુસ્સો કરવો, દ્વેષ કરવો, ઠંડા લેવા, મારામારી કરવી, યદ્દા તદ્દા બોલવું આ કંઈ સમ્યક્ત્વ પામવાની ચીજ છે ? આપણું સ્વરૂપ વીતરાગ છે. એ સ્વરૂપ પામતાં પહેલાં દ્વેષ કાઢવો પડશે. સમ્યક્ત્વ હોતે છતે રાગ હોઈ શકે છે. પણ દ્વેષ ન હોવો જોઈએ.
સમ્યક્ત્વનો સંબંધ અનંતાનુબંધી કષાયની સાથે છે. અનંતાનુબંધી કષાયનું
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org