________________
૨૨૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પ્રમાણમાં પિંડીભૂત થઈને વહેવા માંડે છે ત્યારે અચાનક તેવા પ્રકારનો ક્ષયોપશમ થઈ જવાથી પ્રગટ થનારું જ્ઞાન છે કે જેના દ્વારા હવે અંતર્મુહૂર્તમાંજ કેવલજ્ઞાન પ્રગટ થવાનું છે.
આ પ્રાતિજજ્ઞાનનો મત્યાદિ પાંચ જ્ઞાનમાંથી શેમાં સમાવેશ કરવો ? એવી સમસ્યાના સમાધાનમાં ગ્રંથકારશ્રી કહે છે કે ઉપલક દૃષ્ટિથી જોતાં તો એ શાસ્ત્રયોગથી આગળનું જ્ઞાન હોઈ શ્રુતજ્ઞાનમાં જ સમાવેશ માનવો પડે, નહિતર તો એને એમ સ્વતંત્ર જ્ઞાન માનવામાં આવે, તો તો મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન ઉપર છઠું જ્ઞાન હોવાનો પ્રસંગ ઊભો થાય ! જૈન મતે જ્ઞાન તો પાંચ પ્રકારે જ છે. ત્યારે આને કેવળજ્ઞાન સ્વરૂપ તો મનાય નહિ. કેમકે કેવળજ્ઞાન તો સામર્થ્યયોગનું કાર્ય હોઈ સામર્થ્યયોગરૂપી કારણના ઉત્તરકાળમાં થનારું હોય છે અને આ પ્રાતિજ – જ્ઞાન તો સામર્થ્યયોગની સાથે પ્રગટ થનારું હોય છે. અંતતોગત્વા શ્રુતજ્ઞાનરૂપ કહેવા જતાં એ શાસ્ત્રથી ઉત્પન્ન થનારું માનવું પડે. અને એમ માનવા જતાં પૂર્વે જે નિષેધ કર્યો કે, સિદ્ધિપદની, પ્રાપ્તિના હેતુઓ વિશેષરૂપે શાસ્ત્રથી જ નથી જણાતા' એ ન રહ્યું. પ્રાતિભજ્ઞાનરૂપ કૈવલ્ય – હેતુ શાસ્ત્રથી જ જણાઈ ગયો ! આમ સમસ્યા ઊભી થઈ કે પ્રાતિજજ્ઞાનનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં કરવો કે ક્યાં કરવો ?
આનું સમાધાન આ છે કે, પ્રાતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાનરૂપ નથી, કે કેવળજ્ઞાનરૂપ પણ નથી. તેમજ છઠ્ઠું જ્ઞાન પણ નથી, કિન્તુ પ્રભાતના અરુણોદય જેવું જ્ઞાન છે. જેમ અરૂણોદય એ દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી અને છતાં બંનેથી ભિન્ન કોઈ ત્રીજી વસ્તુ પણ નથી તેમ પ્રાતિજ્ઞાન એ શ્રુતજ્ઞાન પણ નથી કેવલજ્ઞાન પણ નથી અને બંનેથી અતિરિક્ત છઠું જ્ઞાન પણ નથી. તત્કાલ એવો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ થાય છે કે જે કેવળજ્ઞાનને લાવી આપે છે. ઇતરોએ પણ તારક નિરીક્ષણ વગેરે શબ્દથી એને ઓળખાવ્યું છે. જેમ સમુદ્રનું બિંદુ એ સમુદ્ર નથી અને અસમુદ્ર પણ નથી પણ સમુદ્રનો અંશ છે તેમ પ્રાભિજ્ઞાન શ્રુતના અવલંબને થતું નથી માટે શ્રત નથી, ક્ષયોપશમભાવનું હોવાથી સર્વદ્રવ્ય, સર્વપર્યાય વિષયવાળું નથી માટે કેવળજ્ઞાન નથી. આ તો સ્વસંવેદનથી સિદ્ધ એવો દિવ્ય પ્રકાશ
सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ताः, दृष्टिरागेण मोहिताः ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org