________________
૨૨૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ક્ષેત્ર પ્રધાનપણે જીવો સાથે છે, જેમ જેમ જીવો સાથે મૈત્રી અને પ્રેમ અને વાત્સલ્યનો સંબંધ વધતો જાય છે તેમ તેમ સમકિત પામવા માટેની યોગ્યતા વધતી જાય છે. મૈત્રીભાવની વિકાસયાત્રી સમ્યક્ત્વની ભૂમિકાનું સર્જન કરે છે અને અનંતાનુબંધી કષાય પાતળા પડતાં, ગ્રંથિભેદની સાધના જેની પૂરી થાય છે તે સમ્યક્ત્વ પામી શકે છે. અહીં જેની સાધના અધૂરી રહી છે તે યોગભ્રષ્ટ થઈને મરશે તો પણ સદ્ગતિ તો અચૂક પામશે. યોગભ્રષ્ટ આત્માઓ દેવલોકમાં પણ સાવધ થઈને જીવે છે. જે આત્માઓને યોગમાં જ આનંદ આવે છે અને એની જ સાધના કરે છે પણ અધૂરી સાધનાએ મૃત્યુ આવી જતાં તેઓ ભવાંતરમાં યોગીકુળમાં જન્મે છે. ત્યાં યોગ માટેનાં જરૂરી તત્ત્વો મળી રહે છે અને પુણ્ય બહુ ઊંચું હોય તો માતા-પિતા પણ સમ્યગ્દષ્ટિ મળે છે.
મેઘકુમારે હાથીના ભવમાં જીવદયાનું ઉચ્ચતમ પાલન કરીને કાયાનો રાગ તોડી નાંખ્યો છે અને આત્મામાં જીવદયાના સંસ્કારના મૂળિયાં ઊંડાં રોપી દીધાં છે. આ સંસ્કારધન પરલોકમાં સાથે આવે છે, માટીનું ધન અહીં રહી જાય છે. મેઘકુમારને આનો મોટો લાભ એ મળ્યો કે માતા-પિતા સમ્યગ્દષ્ટિ મળ્યાં, જેથી ચારિત્રમાં અંતરાય ન પાડતાં સહાયક બન્યાં. ઘરમાં સમ્યકત્વી જીવો સાથે રહેવા મળે એ પણ મહાન અભ્યદય છે. મેઘકુમારે આઠ આઠ પત્ની જોડે લગ્ન કર્યા છતાં ચારિત્ર લેવામાં વિલંબ ન થયો એ જ તેની સાનુબંધ આરાધનાનું સૂચક છે. સ્વરૂપ પામવાનો તલસાટ, તીવ્રતા, રુચિ, ચુસ્તતા, તાલાવેલી, એનો ઉપયોગ એવો તીવ્ર તીવ્રતર બને કે બીજું બધું એની આગળ નકામું લાગે. જે વ્યક્તિ નિરંતર આ જ ઉપયોગમાં રમતી હોય તેના દર્શનમોહનીયકર્મના ભુક્કા બોલાય છે, ટુકડેટુકડા થાય છે અને આના ઉપર પ્રન્થિભેદ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે.
આત્માના સ્વરૂપ ઉપર રાગાદિનો ગચ, ક્લિષ્ટ, નિબિડ, જટિલ પરિણામ છે જેના કારણે સ્વરૂપ દેખાય નહીં.
આ જ પ્રન્યિ છે તે હોવાથી જીવને સ્વરૂપની રુચિ થાય નહીં, સ્વરૂપ પામવાની ઈચ્છા થાય નહીં.
જ્ઞાન - દર્શન ઉપયોગમાં રાગાદિની ગીચતા રૂપ ગ્રન્થિને ઓળખી લો. એને કાઢવા માટે જીવમાત્રનું સિદ્ધ સ્વરૂપ જોઈને સકળ જીવરાશિ ઉપર પ્રેમ અને વાત્સલ્યના ભાવો કરવા જોઈએ.
સૌ પ્રથમ ગ્રન્થિને પોચી પાડવી પડશે, શિથિલ કરવી પડશે. પછી આગળ રસ્થિભેદ થઈ શકશે.
જડ પદાર્થો તમને ફસાવતા ન હોય, જડ પદાર્થો તમને રડાવતા ન હોય, જડ પદાર્થોના વિયોગથી તમે વ્યાકુળ ન હો તો ગ્રન્થિભેદ થવો સરળ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org