________________
૨૩૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સદાચાર ગયો છે. એનાથી જગતના લોકો શું પામ્યા ? આજે શાંતિ સ્વપ્ન બની ગઈ છે, સગતિ અશક્ય બની છે અને સમાધિ દુર્લભ બની રહી છે. આ જીવનપદ્ધતિએ પરલોકમાં દુર્ગતિનો માર્ગ સહેલો કરી દીધો. સુખ અંતઃકરણમાં છે એ વાત ભુલાતી જાય છે.
ભોગમાં દુઃખ છે, ત્યાગમાં સુખ છે એ આર્યસંસ્કૃતિનો પાયો છે. ભોગમાં પૂર્વે, વર્તમાન અને ભવિષ્ય ત્રણ વખત દુઃખ રહેલું છે. બોલો ભોગકાળે સવિચાર કે અસવિચાર છે ? સ્થિરતા છે કે અસ્થિરતા છે ? શાંતિ છે કે અપો છે ? તમે જેને સુખ માનો છો એની કૃત્રિમતા આ છે. વસ્તુની પ્રાપ્તિ માટે તૃષ્ણા – તડફડાટ ઊભો કર્યો એ તો દુઃખ છે. અનુકૂળ ચીજ મળેલી ચાલી ન જાય તેની ચિંતા એ પણ દુઃખ છે.
વિચારમાં સ્વચ્છતા નહીં, કાયાની સ્થિરતા નહીં, મનમાં અજંપાનો પાર નહીં, આવા સુખને સુખ કહો છો તો વિવેક ક્યાં ગયો ?
આજે પુણ્ય ચાલી ગયું છે. કૃત્રિમતા, બનાવટ આવીને ઊભી રહી છે. સાચા પુણ્યવાળા મરી ચૂક્યા છે. સાચા પુણ્ય સાથે વિવેક સંકળાયેલો છે. સાચા પુણ્યશાળીને અલ્પ સંપત્તિમાં પણ સંતોષ મળે, વધુ મળે તો સદુપયોગ કરીને, પરોપકાર કરીને આત્મકલ્યાણની સાધનામાં આગળ વધે. આ વાસ્તવિક પુણ્ય છે. તમારા પુણ્યથી વિવેકી બનો તો બે-પાંચ જીવોનો ઉદ્ધાર કરી શકો. આજે બીજાને ઉપયોગી બનીને મરશો તો મોક્ષ નિકટ બનશે. મોક્ષના કારણભૂત ક્ષપકશ્રેણી ક્યારે માંડવી છે ? જે મળ્યું છે તેમાં સાવચેતીથી જીવીને પછી વિનિયોગ કરવાનો છે.
પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય પછી સિદ્ધિ આવે છે. સિદ્ધિ ગુણ અન્યાર્થસાધન રૂપ બને છે. અહિંસાની પ્રતિષ્ઠા થતાં એટલે કે અહિંસા ગુણ સિદ્ધિ કોટીનો બન્યા પછી તેના સન્નિધાનમાં આવેલી વ્યક્તિમાં પણ વૈરનો ત્યાગ થાય છે. અહિંસાનુણ બીજામાં કાર્યશીલ બને છે. અહિંસા સામે વિરોધી પરિણામ હિંસા છે. આપણા પરિચયમાં આવનાર પણ જો અહિંસક બને એને પણ વિરોધી પરિણામ ન સ્પર્શે - એવી પોતાની યોગ્યતા હોય તો અહિંસાભાવની સિદ્ધિ થઈ છે એમ કહી શકાય. પહેલાં તમે પામો, આત્મસાતુ કરો પછી તેનો વિનિયોગ કરો. મરતાં પહેલાં જગતના યોગ્ય જીવોને આપીને જવાથી ઋણમુક્તિ શક્ય બને છે. નહીંતર આપણે દેવાદાર, ઋણી છીએ. સ્વાર્થી બનીને મળેલી સામગ્રી લાયક જીવોને આપ્યા વિના મરી જવાથી ભવાંતરમાં તેની પ્રાપ્તિ આપણા માટે દુર્લભ બને છે. સંગુર જેવું જ્ઞાનદાન કરે છે તેવું દાન આ વિશ્વમાં કોઈ કરી શકતું નથી. સદૂગર પ્રવચનઅંજન કરવા દ્વારા પ્રભુના મેરુ સમાન મહિમાને જોવા માટે હૃદયચક્ષુ આપે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org