________________
સામર્થ્યયોગ અને તેના પ્રકાર
માણસે વિચાર્યું કે રાજા માગવાનું કહેશે એટલે અડધું રાજ્ય માગીશ બસ, પછી જિંદગી સુધી સુખ, સુખ ને લહેર. રાજા સાથે શરત નક્કી થઈ......રાજા માગે તે એને આપવાનું. મારી પાસે છે જ શું ? રાજા માગીને શું માગશે ? બોલ, પહેલાં તું માગે છે કે હું માગું ?
રાજા
પેલો સહજભાવે કહે છે કે, ના પહેલાં આપ માગો.
રાજા : તારી પાસે બે આંખો છે એમાંથી ફક્ત એક આંખ મને
આપ.
-
આજે તમારી પાસે કોઈ એક આંખ માંગે તો કરોડ રૂપિયાના બદલામાં પણ તમે એક આંખ આપવા તૈયાર થાવ ? ના સમજાય છે કે મનુષ્યભવ અને મનુષ્યદેહ એ કેટલો કિંમતી છે. માનવના પ્રત્યેક અંગો એટલાં બધાં કિંમતી છે. કે તેનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. કોઈને ટચલી આંગળી આપો પચીસ હજાર રૂપિયા મળશે. કોઈને અંગૂઠો આપો, ૫૦ હજાર રૂપિયા મળશે. એક હાથ આપો લાખ રૂપિયા મળશે. આપી શકો છો ? ના, દેવોને પણ દુર્લભ એવા આ ભવને પામીને આત્મસાક્ષાત્કારની જ ધૂન લાગવી જોઈએ. તમે મહેનત અને પુરુષાર્થ તેના માટે જ કરો કારણ કે આ ભવમાં શાસનને પામીને પણ મિથ્યાત્વનો ભુક્કો ન બોલાવું, અનંતાનુબંધી કષાયને ન કચડી નાખું તો દેવલોકમાં પણ શાંતિ નહીં મળે. કારણ કે શાંતિ એ આત્માના ઘરની ચીજ છે. જ્યાં મોહ છે ત્યાં કોઈ ને કોઈ દોષ છે અને તેના પરિણામે જીવને દુઃખ છે. જ્યાં ધર્મ છે ત્યાં કોઈ ને કોઈ ગુણ છે અને તેના પરિણામે જીવને સુખ છે. બાર ભાવનામાં ચક્રી દુર્લભ ભાવના, ઇન્દ્રપદ દુર્લભભાવના ન મૂકી પણ બોધિદુર્લભ ભાવના મૂકી છે. માટે ઇન્દ્ર, ચક્રવર્તિ, મહારાજાપણાની પ્રાપ્તિ કરતાં પણ સમ્યક્ત્વ કિંમતી છે. ગ્રન્થિભેદ થયો એનું ફળ સંસાર અડધો કપાઈ જાય છે તે છે. હું મારી જાત માટે વિચારું તો મને પણ ગ્રન્થિભેદ થયો ન પણ હોય છતાં ફરક શું ? મને એનો તલસાટ છે તેથી પાંચ પચ્ચીસ પચ્ચાસ વર્ષે પામીને રહીશું. છેવટે આવતા ભવમાં પામીશું.. જેનો તસલાટ નહીં તેનો પુરુષાર્થ નહીં, જેનો પુરુષાર્થ નહીં તેની પ્રાપ્તિ નહીં.
-
૨૩૫
-
આજે જીવનો ઉપયોગ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં રમણતા કરે છે. પહેલે ગુણસ્થાનકે રાગ છે, ચોથે ગુણસ્થાનકે રાગ છે. છઠ્ઠ ગુણસ્થાનકે રાગ છે. છતાં ફરક છે. પહેલે ગુણસ્થાનકે રાગ છે ત્યારે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ હાજર છે અને તેથી અહીં રાગનો પરિણામ તીવ્ર બને છે. અને જીવ આત્માથી સર્વથા વિમુખ બને છે. ભવાભિનંદી હોય છે માત્ર પુદ્ગલના વર્ણાદિમાં જ આસક્ત હોય છે. કષાયનું પ્રાબલ્ય હોય છે. લેશમાત્ર આત્માનું લક્ષ્ય નથી. વિષયોમાં ઉપયોગ ચોટી જાય છે. એવો ચોટે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org