________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પરમાધામી તેની આંખમાં ભાલા ખોસે ત્યારે તે જીવ પરમાધામીની સામો થાય, કહે કે મેં કોનું શીલ લૂટ્યું છે ? કોની સાથે અનાચાર વ્યભિચાર કર્યો છે કે જેથી મને આ સજા કરો છો ? મેં કોઈ અનાચાર કર્યો નથી તો પરમાધામી તેને નરકમાંથી પાછો મોકલી દે ખરો ? ના, કારણ કે ભાવ એ મહત્ત્વના છે. ચીજ મહત્ત્વની નથી. ચીજના આધારે તે ભાવો કર્યા તે મહત્ત્વનું છે. પુણ્યના ઉદયે ચીજ સારી મળી. પણ નિરાગી નિર્વિકારી બનતાં ન આવડ્યું તો પાપ કરીને નરકે જઈ શકાય છે. શું મળ્યું છે ? તેના ઉપર બહુ વિચારો કરવા કરતાં જે મળ્યું છે તે સ્વીકારી લઈને એના ઉપર કેવા ભાવો કરવા ? વિવેક કેળવીને કઈ રીતે વૈરાગ્યથી વાસિત થવાય ? એ કરી લેવા જેવું છે. જિંદગીમાં તમે જે કાંઈ મેળવો છો તે માત્ર ૧૦ ટકા છે અને તે મળ્યા પછી જે કાંઈ બનો છો તે ૯૦ ટકા છે. life is 10% what you take it and 90% what you make
it.
૨૨૦
કર્મો સંયોગો આપી શકે છે
ધર્મ અભિગમ, વલણ આપી શકે છે.
એટલે અનુકૂળ સંયોગોમાં અનાસક્ત રહેવું અને પ્રતિકૂળ સંયોગોમાં સમાધિમાં રહેવું એ ધર્મલા અપનાવવાથી કર્મબંધ થતો નથી.
પ્રતિકૂળ સંયોગોમાં પ્રતિકૂળ સંયોગો કેમ ટળે અને અનુકૂળ સંયોગો કેમ મળે ? એ વિચારણા મિથ્યાર્દષ્ટિની છે. એના કરતાં સંયોગો જ ખરાબમાં ખરાબ છે. સંયોગ એ વિયોગાન્ત હોવાથી તેનાથી દૂર રહેવું જોઈએ. સંયોગોને છોડી ચારિત્રમાર્ગે ચાલ્યા જવું જોઈએ. જીવનમાં વિવેક અને વૈરાગ્યની ખૂબ જરૂર છે. ઉપશમભાવ અને વૈરાગ્યથી જે ધર્મ સમજાશે, તે ખાલી શાસ્રના વાંચન નહીં સમજાય. કષાયો તૂટ્યા, ઉપશમ ભાવ આવ્યો તો કલ્યાણ સુનિશ્ચિત સમજવું. સીતાજી પોતાના દિવ્યની પરીક્ષા માટે જંગલમાં ૨ામચંદ્રજીથી એકલી ત્યજાઈ છે ત્યારે તેઓ તૂટી પડતાં નથી. અત્યંત ધીરજથી સ્વામીને સંદેશો પાઠવે છે કે ‘આર્યપુત્ર ! લોકોની વાત સાંભળીને મારો ત્યાગ કર્યો એવી રીતે મિથ્યાત્વીની વાતો સાંભળીને જૈન ધર્મનો ત્યાગ નહીં કરતા.’’ અને પોતા માટે વિચારે છે કે ‘બીજાના ભરોસે સુખ માનીએ છીએ એ આપણી સમજની મોટી ખામી છે. સુખ અંદરમાં જ પડ્યું છે'' એમ આલોચના કરીને અંતર્મુખ બની પ્રવ્રજ્યાના માર્ગે જવા તૈયાર થાય છે.
એટલે ખાસ યાદ રાખવું કે ચર્મચક્ષુથી ન દેખાય તેનો નિર્ણય કરવો એ અતીંદ્રિય દિવ્યજ્ઞાનીની શક્તિ છે. આપણે અધિકાર ચેષ્ટા કરી તેનો નિર્ણય કરવામાં રાગ દ્વેષ કરીશું તો ભવ હારી જઈશું.
(૩) સાધના માટે ત્રીજી મહત્ત્વની વાત એ છે કે, જે કાંઈ પુણ્યના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International 2010_05
-