________________
૨૧૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ઊભો કરો. તેનાથી દેવલોકની પ્રાપ્તિ સહેલી છે. કર્મયોગથી જીવનવ્યવહાર ઉચ્ચ બને છે. જીવન પ્રસન્નતાથી ભરેલું રહે છે.
સારા કામમાં આપવાનો આનંદ હોય છે તે સાત્ત્વિક આનંદ; ખરાબ કામમાં લેવાનો આનંદ હોય છે તે તામસી આનંદ છે. શાસ્ત્રવિહિત વિધિ – નિષેધાત્મક અનુષ્ઠાનો કરીને પણ જીવનમાં લેવાના, ભોગવવાના, સ્વાર્થોધતાના ભાવો છોડવાના છે. પછી આપવાનો ભાવ ઉચ્ચ બને છે.
ભોગવવાનો ભાવ એ આપવાના ભાવમાં જબરદસ્ત હીનતા લાવે છે.
જેના આચારમાં સાદાઈ, વિચારમાં પવિત્રતા છે એનો જીવનવ્યવહાર શુભ બને છે.
જે પોતાનામાં પહોળો હોય તે આપવામાં સાંકડો હોય છે. જે પોતાનામાં સાંકડો હોય તે પરોપકારમાં પહોળો હોઈ શકે છે. જેને શુભભાવ આત્મસાતુ થઈ જાય, પરાકાષ્ઠાના બની જાય અને અશુભભાવ લાવવો હોય તો પરાણે પણ આવે નહીં – એવા આત્માને કોઈ ધન્ય પળે પ્રસ્થિભેદ પ્રાપ્ત થઈ જાય છે માટે શુભભાવને અસ્થિમજ્જાવતુ મજબૂત અને સહજ બનાવો. શુભભાવોના બળે ગુણોની પ્રાપ્તિ કરો અને જીવનરૂપી નંદનવનને ગુણ રૂપી પુષ્પોથી મઘમઘાયમાન કરો. ગુણોની ભાવિતતા એ કષાયનો નાશ કરનારી છે. ગુણો અને કષાય એ ગરમી અને ઠંડીની જેમ પરસ્પર વિરોધી છે.
તમને મળેલું વાતાવરણ, તમને મળેલી શક્તિઓ એક કાળે અલોપ થવાની છે, તેથી તમને મળેલી શક્તિઓને મર્યાદા છે.
મળેલી સામગ્રીનો તું શાશ્વતપણે માલિક નથી. માટે તે જાય પહેલાં તેનો સદુપયોગ કરી લેવામાં ડહાપણ છે. પુણ્યોદયથી મળેલી શક્તિને પરોપકાર અર્થે ખર્ચી લેવામાં સફળતા છે. એમાં પણ નિરીદતાભાવ લાવવાથી આત્માનું કલ્યાણ નિશ્ચિત બને છે.
ઉત્તર પ્રદેશમાં પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજી થઈ ગયા. તેને પોતાના જીવનમાં ઘણાં પુસ્તકો લખ્યાં છે, જે માનવસેવાસંઘ તરફથી પ્રકાશિત થયાં છે જેમાં ક્યાંય પણ પોતાનું નામ નથી. કોઈ પણ દેવ, ગુરુ, કે ધર્મનો નામથી ઉલ્લેખ કર્યા વિના માત્ર પંક્તિએ પંક્તિએ વિવેક, વિવેક અને વિવેકનું દર્શન કરાવ્યું છે. તેના એક પુસ્તક “મૂક સત્સં ગીર નિત્યથા''માં તો ક્ષપકશ્રેણી અંતર્ગત આત્માની કેવી અવસ્થા હોય અથવા તો ક્ષપકશ્રેણી માંડવા માટે કેવો વૈરાગ્ય હોવો જોઈએ તેનું પણ ક્ષપકશ્રેણી શબ્દના ઉલ્લેખ વિના દિગ્દર્શન કરાવ્યું છે. જે વિવેકી અને મધ્યસ્થ દૃષ્ટિ આત્માએ અવલોકવા યોગ્ય છે પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજીનાં ઢગલાબંધ પુસ્તકોમાં પણ ક્યાંય પોતે પોતાના નામનો નિર્દેશ કર્યો નથી. કેવી નિઃસ્પૃહતા છે ! એમાં ત્રણ વાત મુખ્યપણે બતાવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org