________________
આત્માની સંસારી અવસ્થા દૃષ્ટિના અંધાપાના કારણે છે
૨૧૭
અંતરાયકર્મ આખું દેશઘાતી છે. ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમ હંમેશાં હોવાથી અને જીવને સ્વરૂપના ભોગનું આકર્ષણ ન હોવાથી જીવ પરને – પુદ્ગલને ભોગવે છે. પણ જો વિવેકદૃષ્ટિથી પુદ્ગલના ભોગની અસારતા, તુચ્છતા, પાપમયતા, જુગુપ્સનીયતાને જોવા માંડે તો તેમાંથી બહાર નીકળી શકે. પણ આ માટે શું કરવું ?
આપણા અનુભવની પાછળ મોહનું પ્રાબલ્ય છે તેનાથી મૂઢતા આવે છે એટલે પદાર્થનું યથાર્થ દર્શન થતું નથી પણ જો શાસ્ત્રના આધારે પદાર્થનું યથાર્થ દર્શન થાય, એટલે કે પુદ્ગલનું સડન - પડન - વિધ્વંસન સ્વરૂપ સમજાઈ જાય તો ભોગમાં બ્રેક લાગી શકે છે. વિપરીત પુરુષાર્થનો અંત લાવવા માટે સમ્યગુ પુરુષાર્થ આચરવાનો છે. જે કોઈ બુદ્ધિ વગેરે સામગ્રી મળી છે. તેનો ઉપયોગ આત્મ – સ્વરૂપ પામવા માટે કરવાનો છે. બુદ્ધિ દ્વારા શાસ્ત્રમાંથી આત્માનું સ્વરૂપ શોધી કાઢવાનું છે અને આત્માનું સ્વરૂપ પકડીને તેના ઉપર આવેલાં આવરણોને દૂર કરવાનો પુરુષાર્થ આચરવાનો છે. એટલે કે જ્ઞાનીની વિધેયાત્મક આજ્ઞાને કરતાં રહેવું અને નિષેધાત્મક આજ્ઞાને તે સ્વરૂપે અમલમાં મૂકતાં જવું. આથી નક્કી થાય છે કે, ઘાતકર્મના નાશના, સ્વરૂપના આનંદને પામવાના લક્ષ્ય આત્માને ધ્યાન ને સમાધિમાં રાખવાથી ઘાતકર્મનો નાશ થતાં આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે આત્માના આનંદને અનુભવવો એ મોક્ષ પુરુષાર્થ છે. જ્ઞાનીએ કહેલ વિધિ -- નિષેધને યથાવત્ સેવીને, જીવો સાથે મૈત્રી, વાત્સલ્ય, પ્રેમ, કરુણામાં આત્માને નિરંતર ઝીલતો રાખવો તે ધર્મપુરુષાર્થ છે.
ધર્મ પામવા માટે જીવનવ્યવહાર બહુ સ્વચ્છ બનાવવો પડશે. જે બીજાનું કરી છૂટવા, ભોગ આપવા, બીજાને સહાયક બનવા માટે પ્રયત્નશીલ રહે છે તેના અશુભભાવો સહેલાઈથી નીકળી શકે છે.
જ્યાં ભોગ આપવાની વૃત્તિ નથી, બલ્ક લેવાની વૃત્તિ છે, તેનો ધર્મ-પુરુષાર્થ લગભગ ન હોઈ શકે.
લેવા માટેના અનંતા ભવો છે. અનંતા ભવોમાં અનંતા જીવો પાસેથી, લઈ લઈને વિશ્વના દેવાદાર, ઋણી બન્યા છીએ. માનવભવમાં જ આપી શકાય છે. આપવાથી આ ભવમાં ઋણમુક્તિ શક્ય બને છે. અને ઋણમુક્તિનો ભાવ એ પ્રશસ્ત છે અને અપ્રશસ્ત એવા અહંકારને જન્મવા દેતો નથી.
ક્ષદ્રતામાંથી લેવાની અધમ હલકી વૃત્તિ જન્મે છે. આ તામસ ભાવ છે. ઉત્તમ આત્મા બની શકે તો લે જ નહીં અને કદાચ લીધું હોય તો લીધા કરતાં અધિક આપીને જ છૂટે એ ઉત્તમ આત્મા છે.
તમારી જાતને આ બેરોમીટરથી તપાસો. આપણે જીવનવ્યવહારને દિવ્ય બનાવવાનો છે. તે માટે દિવ્ય વ્યવહાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org