________________
આત્માની સંસારી અવસ્થા દષ્ટિના અંધાપાના કારણે છે
૨૧૯
(૧) તારે તારું આત્મકલ્યાણ કરવું હોય તો ચક્ષુથી જોઈ શકાતા બધા પદાર્થોને વિનાશી માન, ક્ષણભંગુર માન, પરિવર્તનશીલ માન અને તેના ઉપર વૈરાગ્ય કેળવ.
(૨) અતીન્દ્રિય પદાર્થો જે ચક્ષનો વિષય બની શકતા નથી પણ જેનું વર્ણન તું કાનથી સાંભળી શકે છે. તેના ઉપર તું શ્રદ્ધા કર. વાદવિવાદથી શક્તિને બગાડ નહીં. જે પ્રત્યક્ષ નથી તેના વાદ - વિવાદ, તેનો છેડો આવતો નથી. માટે તે ખાતર વિખવાદ ઊભા કરવા વ્યાજબી નથી, પણ મૂખમી છે. દા.ત. કોઈ કહે કે મેરુ પર્વત ૧ લાખ યોજનનો છે. કોઈ કહે કે ૯૯,000 યોજનાનો છો તો તેના માટે અત્યારે દિવ્યજ્ઞાનીના વિરહ કાળે વિવાદ કરવાથી શું ફાયદો ? આપણે ભગવાનની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ કહીએ છીએ, દિગંબરો વૈશાલીને જન્મભૂમિ માને છે. જે હોય તે, આપણને પ્રત્યક્ષથી ક્યાં ખબર છે? શ્રુતાલંબનથી જે જાણ્યું તેનાથી આત્માર્થસાધક ભાવો કરીને આગળ વધવાનું છે પણ ઝઘડો કરવાનો નથી. શાસ્ત્રની પંક્તિ પકડીને હુંસાતુંસી કરવાની નથી. છાશવારે અને છાશવારે વાદવિવાદ કરવો એ કોઈ અધ્યાત્મ છે ? પ્રભુએ મોક્ષે જવા માટે શાસન સ્થાપ્યું છે. વાદ –વિવાદ – વિખવાદ, વિતંડાથી મોક્ષ મળે ? એનાથી તો શક્તિનો નાશ થાય છે. અધ્યાત્મમાં વસ્તુની મહાનતા નથી પણ તેના માટે તમે કેવા ભાવ કરો છો તેની મહત્તા છે.
ભગવાન ક્યાં જન્મ્યા ? તે વ્યવહારનો વિષય છે. પણ તમે કેવા ભાવો કર્યા તે નિશ્ચયનો વિષય છે. જે માને તે માનીને આગળ વધવા દો. ક્ષત્રિયકુંડને બદલે કોઈ જીવ વૈશાલી ગયો. ત્યાં ભગવાનના જન્મકલ્યાણની દિવ્ય ભાવનાઓ ભાવી, છપ્પન દિકુમારીની પ્રભુભક્તિની અનુમોદના કરી, ઈદ્રોની ભક્તિની વિચારણાથી તે ભાવિત થયો. પ્રભુની સાધનાને વિચારે છે, પછી પ્રભુ સ્વકલ્યાણ સાધી શક્યા. શાસન સ્થાપી પરકલ્યાણ કરી ગયા, વગેરે ભાવો કરી એક જીવ દેવલોકમાં ગયો. ત્યાં અવધિજ્ઞાનથી જોયું કે અરે, ભગવાનની જન્મભૂમિ તો વૈશાલી નથી. ક્ષત્રિયકુંડ છે. હવે આ હકીક્ત જાણીને કોઈ દેવ તેને કાઢી મુકે ખરો ? કે તે તો વૈશાલીને જન્મભૂમિ માની છે. ના, કેમ ? કારણ કે એ માણસે તો પ્રભુનું આલંબન લઈને ભાવ ર્યા હતા. અને માટે જ તો નક્કર પુણ્ય બાંધ્યું છે.
અતીન્દ્રિય પદાર્થોના અવલંબનથી તમે કેવા ભાવો કરો છો તે જોવાનું છે. ચીજ માટે લડવાનું નથી. સીતા ખરેખર રામની પત્ની હતી ? એનું સંશોધન કરવા કરતાં એના જીવનની આદર્શતા એ ખરેખર પ્રશંસનીય અને આદરણીય છે એમ માનવામાં નક્કર કલ્યાણ થાય છે.
એવી રીતે કોઈ એક સ્ત્રીનું ચિત્ર એકીટશે જોનાર રાગાદિના તીવ્ર સંક્લેશ કરી આયુષ્યબંધકાળે નરકનું આયુષ્ય બાંધી નરકે જાય અને પછી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org