________________
આત્માની સંસારી અવસ્થા દષ્ટિના અંધાપાના કારણે છે
આત્મામાં તત્ત્વદૃષ્ટિથી જોતાં રાગાદિ ભાવો છે જ નહીં. મતિજ્ઞાનના ઉપયોગમાં મોહ ઘૂસ્યો છે એ જ વિપરીત દેષ્ટિ કરાવે છે. આ અજ્ઞાન દશા છે. અજ્ઞાનનું કાર્ય છે દૃષ્ટિને બહારમાં લઈ જવી. બહાર ગયેલી દષ્ટિ એ જ વિભાવ છે. સંસારી જીવોની દૃષ્ટિ નીકળે ત્યારે રાગાદિથી ભાવિત હોય છે અને જ્યાંથી પાછી ફરે છે ત્યાંથી રાગાદિ ભાવોને લઈને પાછી ફરે છે. રાગાદિ અસરવાળી દૃષ્ટિ અંદર રહી શકતી નથી.
આત્મા સૂર્ય સમાન છે; વાદળોથી જેમ સૂર્યનો પ્રકાશ ઢંકાઈ જાય છે તેમ કર્મોથી – મુખ્યતાએ ઘાતી કર્મોના આવરણથી - આત્માનો જ્ઞાનપ્રકાશ ઢંકાઈ જાય છે.
પ્રતિ સમય જીવ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ કાર્મણવર્ગણા ગ્રહણ કરે છે અને એ અનંતી કર્મવર્ગણામાં સર્વ જીવોથી અનંત ગુણ રસ નાખે છે. આ રસના કારણે આત્માની અનંતાનંત શક્તિનું આવરણ થાય છે. આના ઉપરથી એ સમજી શકાય છે કે આત્માની કેટલી તીવ્ર શક્તિ હશે કે જેને દબાવવા માટે આટલો પુરુષાર્થ કરવો પડે છે. આ ચૈતન્યશક્તિનું વિભાવમાંથી સ્વભાવમાં પ્રવર્તન થાય તો જીવ ન્યાલ થઈ
જાય.
ઘાતકર્મોનાં આવરણોને ભેદીને નીકળેલી દૃષ્ટિ ઘણી અવરાયેલી હોય છે. ત્યાં આછોપાતળો પ્રકાશ હોય છે. દર્શનમોહનીય કર્મનો ઉદય માન્યતામાં વિપરીતતા લાવે છે. ચારિત્રમોહનીય કર્મનો ઉદય આચરણમાં વિપરીતતા લાવે છે.
પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું ન દેખાડવું, તેવું ન મનાવવું એ મિથ્યાત્વ મોહનીયનું કાર્ય છે એટલે કે હેય-શેય, ઉપાદેયનો યથાર્થ વિવેક કરવામાં આ કર્મ પ્રતિબંધક બને છે. અને સમ્યગ્દર્શન થયા પછી આ વિવેક હોવા છતાં હેયનું દાન અને, ઉપાદેયનું આદાન કરવા ન દેનાર ચારિત્રમોહનીય કર્મ
કષાયની તીવ્રતા વિના દર્શનમોહનીય કર્મનું અસ્તિત્વ ટકી શકતું નથી. કષાયની તીવ્રતા દર્શનમોહનીયના અસ્તિત્વને ટકાવી રાખે છે.
અંદરમાં સંક્લેશમય દૃષ્ટિ છે, અંદરમાં રાગાદિ પડેલા છે, બહાર વિષયો પડેલા છે. આ રાગમય દૃષ્ટિ ત્યાંથી પાછી સીધી ફરી શકતી નથી. પાછી ફરે તો રાગાદિ સંસ્કાર લઈને ફરે છે. રાગાદિની રુચિ લઈને ફરે છે. અને આનાથી અશુભ આશ્રવ જ આવે છે. આ ચક્ર હંમેશાં ચાલવાનું છે કારણકે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org