________________
૨૧૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પુરુષાર્થ થતો નથી. બધાને ભૂલવામાં જ મજા છે. જેને ભૂલવા હશે તેને છોડવાનું પરાક્રમ કરવું જ પડશે. જે છોડે છે તે ભૂલી શકે છે. પદાર્થ ને વ્યક્તિને પકડી રાખવાના સંસ્કારે જ ગૂંચવણ ઊભી કરી છે. રાગદશાને તપાસવી પડશે, રાગાદિ આંતરશત્રુ છે. તેની સાથે ઝઘડવું હોય તો રાગના ઘરમાં રહીને ન ઝઘડી શકાય. કર્મનો નાશ કરવા માટે ચારિત્ર એ યુદ્ધની ભૂમિ છે. ખુલ્લું મેદાન છે. અહીં સંગ્રામ ખેલી શકાશે. આ ભવમાં જ સંગ્રામ ખેલી શકાય તેમ છે. દેવ, તિર્યંચના ભવમાં સંગ્રામ ખેલી શકાય તેમ નથી. આ ભવમાં બીજ વાવીશું તો ૫-૨૫-૫૦ ભવે પણ ફળ મળશે. પણ જો બીજવપન જ ન કરીએ તો ફળ ક્યાંથી મળે ?
આજની તારીખે તમે દેવ - ગુરુ - ધર્મના કે પૈસા - પતિ અને પુત્રના ? આ જ સમ્યકત્વની ગેરહાજરી સૂચવે છે. રાયણનું બીજ લઈને એક ભાઈ ક્યાંક વાવવા જતો હતો. રસ્તામાં રાજા, વજીર સામે મળે છે. એને પૂછે છે આનાં ફળ તને ક્યાંથી મળશે ? ત્યારે તે કહે છે મેં કોઈનાં વાવેલાં ફળ ખાધાં છે તો મારી પણ ફરજ છે કે કોઈ માટે વાવું. વાવીશું તો જ મળશે, આ તો નક્કર વાત છે. તમે આજે રાગ – ‘ષનાં બીજ વાવશો અને વૈરાગ્ય - મૈત્રીનાં બીજ નહીં વાવો તો ભવાંતરમાં તમને કંઈ નહીં મળે. તમારી કાયરતા તમને ખટકે છે ? કાયરોને શા માટે મનુષ્ય બનાવ્યા ? અમારો પાપોદય છે કે અમને સારું વ્યાખ્યાન વાંચવા માટે, આત્માની વાતો કરવા માટે પ્રાજ્ઞ સભા મળતી નથી. સમતિ લઈને મરશો તો પણ કલ્યાણ થશે. સમકિતી દેવ – ગુરુ – ધર્મનો હોય છે. સમકિતીનું મુખ ધર્મ તરફ રહે અને પીઠ સંસાર તરફ રહે છે.
તમારી પીઠ આત્મા તરફ, મુખ સંસાર તરફ છે. દેવ – ગુરુ ધર્મ કરતાં સંસારને અધિક માને એ વાસ્તવિક ધર્માત્મા નહીં.
પત્નીમાં છકી ગયેલો જેમ “મા”નો નહીં. તેમ સંસારમાં છકી ગયેલો ધર્મનો નહીં એ નિશ્ચિત વાત છે. ધર્મમાં સ્થિર થવું હોય તો શાસ્ત્રયોગનું ત્રીજું લક્ષણ પટુબોધ – નિપુણબોધ જોઈએ. અને એ પટુબોધ ભરચક શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રઅધ્યયનથી આવે.
હકીકતમાં શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મામાં રાગાદિભાવો પરમાર્થથી છે જ નહીં. - પાંચમા શ્લોકમાં સામર્થ્યયોગના ઉપાયવિશેષરૂપે શાસ્ત્રથી અવર્ણનીય કહ્યા એના સમર્થનમાં હવે શ્લોક ૬ અને ૭ કહે છે.
सिद्धाख्यपदसम्प्राप्ति • हेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ॥ ६ ॥ सर्वथा तत्परिच्छेदात साक्षात्कारित्वयोगतः। तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धपदाप्तितः ॥ ७॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org