________________
સામર્થ્યયોગ
૨૧૩
સુખ – શાંતિ અનુભવાય છે તો જ્ઞાનના બળે, જાગૃતિની અવસ્થામાં દેહાદિનું ભાન ભુલાય તો ક્ષપકશ્રેણી મંડાઈ જાય છે. સંસાર એ મીઠાના ડબ્બા ઉપર સાકરના લેબલ મારેલા જેવો છે. તમે જેને જેને સાકર માન્યું છે તે બધું salt મીઠું નીકળ્યું છે. જેની જોડે તમે પાગલ બનીને સંબંધ બાંધ્યો છે. તેના કડવા મીઠા અનુભવ પછી આ કાંઈ જ નથી એવું નથી લાગતું ? આ સ્વરૂપ વિચારવા માટે તમારી પાસે બુદ્ધિ છે ? કે આર્તધ્યાનમાં એનું જ દર્શન કરીને દુઃખી થયા કરો છો ? દેહનું ભાન ભૂલ્યા વિના કંઈ ચાલશે જ નહિ. જે ઉપયોગમાં દેહભાન ભુલાય છે તે પોતે શૂન્ય બને છે. જે શૂન્ય બને છે તે આત્માનંદને અનુભવે છે. જ્ઞાનજન્ય સમાધિ સહજ બનશે ત્યારે જાગૃત અવસ્થામાં અનેરો આનંદ આવશે. તે સાધકને ખાતાં-પીતાં પણ સમાધિ હોય છે. જાગૃત અવસ્થામાં તેને કશું સ્પર્શતું નથી. ઉપયોગને સૂક્ષ્મ બનાવીને શૂન્ય બનવાનું છે. શૂન્ય બનેલો ઉપયોગ આત્માની અનુભૂતિ કરાવે છે. અજ્ઞાની અને દુર્જનને આ અનુભવ થતો નથી. પોતાને જે નડે તે અજ્ઞાની, બીજાને જે નડે તે દુર્જન કહેવાય છે.
જ્ઞાની તો તે છે કે જે પોતાના માધ્યમે બીજાને નડતો નથી અને બીજા નડતરરૂપ થાય ત્યારે તેને નડતરરૂપે સ્વીકારતો નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય હોય તો પોતે પોતાને નડે છે, જેને પોતાનામાં રહેતાં નથી આવડતું તે પોતાને અને પરને પણ નડે છે. સ્વપરનું હિત કરે છે તે પોતાને નડતો નથી અને બીજાને પણ નડતો નથી. સાધનાનો માર્ગ અંદરમાં જવા માટે છે. અંદરમાં ન જઈએ તો સાધના શેની ? બહારમાં જેને ત્રાસ ત્રાસ દેખાય છે તે જ અંદરમાં જશે. બહાર મન - વચન – કાયાની દોટ છે. વિશ્રામસ્થાન ક્યાંય નથી. ઉપયોગ અંદરમાંથી નીકળ્યો છે, તેને અંદરમાં જ સમાવવો પડશે. પોતાનું સ્થાન નથી ત્યાં કેટલો ટાઈમ રહી શકાય ? વ્યંતર દેવ વિભંગ જ્ઞાનના કારણે પોતાનું ઘર ભૂલી ગયો છે માટે ભટક ભટકે કરે છે. જગતમાં પોતાના ઘરમાં જ જીવને શાંતિ છે. પારકા ઘરમાં શાંતિ હોય જ નહીં. આ દેહ પણ આપણું કર્મજન્ય અવસ્થાન છે. અસંખ્ય આત્મપ્રદેશ એ જ આપણું વાસ્તવિક અવસ્થાન છે. આત્માને પોતાના ઘરમાં શાંતિ મળશે. માટે અંદરમાં જ જાવ, ત્યાં વિશ્રામ છે. આત્મા પોતાનો ઉપશમ ભાવ ભૂલી ગયો છે. આપણે એક પણ વિષયમાં દષ્ટિને રાખી શકીએ તેમ નથી. સતી સ્ત્રીને પતિ મારપીટ કરે, તો પણ પગ પકડે. પતિનો જ પગ પકડે. બહારમાં રહેવાનું ઓછું કરો. સામર્મયોગનું ફળ કેવળજ્ઞાન છે. સામર્થ્યયોગનો આશ્રય લેવાથી અવિલંબે કેવળજ્ઞાન થાય છે કેવળજ્ઞાન માટેનું પ્રધાન કારણ સામર્થ્યયોગ છે. બંને વચ્ચે અત્યંત નિકટતા છે. મનુષ્યભવ ક્ષપકશ્રેણી માંડવા માટે છે. ઘરબાર છોડ્યા વિના આત્માનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org