________________
સામર્થ્યયોગ
૨૧૧
આસક્તિ નથી પણ જો ક્રોધાદિ છે તો પણ જાવ ભવનપતિમાં. અગ્નિશર્માનું શું થયું ? તે ખબર છે ? આયુષ્યબંધ વખતે બધા factors કામ કરે છે. તમે ક્રોધી છો કે ક્ષમાવાન ? સજ્જન છો કે દુર્જન ? લોભી છો કે સંતોષી ? કૃપણ છો કે દાનવીર ? આ બધું મળીને એક અધ્યવસાય તૈયાર થાય છે. અંદરના કષાયો પોતે પોતાનું કામ કરીને પરિણતિને તૈયાર કરી રહ્યા છે.
દા.ત. અત્યારે બધા ઉપદેશ સાંભળવા બેઠા છે. અત્યારે બધાનો ઉપયોગ સામાન્યથી એક જ છે. તો કર્મબંધ એકસરખો પડે ? ના, કેમ ? અંદરથી એક ક્રોધી છે, એક દાનવીર છે, એક માયાવી છે એક કપણ છે આમ બધા અંદરથી ભિન્ન છે. તેનાથી બધાના કર્મબંધમાં ફરક છે. વર્તમાનની વિચારધારા ઉપયોગથી વ્યાખ્યાનમાં ભલે હોય પણ કોઈ પહેલે ગુણસ્થાનકે હોય, કોઈ રાગી હોય, કોઈ વિરાગી હોય, કોઈ પ્રમત્ત હોય, કોઈ અપ્રમત્ત હોય આ બધાને આધારે બધાની પરિણતિ જુદી જુદી ઘડાશે અને તેથી બધાનો કર્મબંધ ઓછો-વધતો થશે. આચાર અને ભાવનાનાં આલંબનથી પરિણતિને સુધારવાની છે.
પાંચ કુગર કહ્યા છે. પાર્થસ્થ – પાર્થે તિષ્ઠતિ - પાસસ્થા વગેરે. જ્ઞાન - દર્શન - ચારિત્રનાં ઉપકરણો પાસે રાખે પણ ઉપયોગ ન કરે. પુસ્તકોના કબાટો રાખે પણ એક પુસ્તકનો ઉપયોગ ન કરે તે જ્ઞાનપાસત્યો, દર્શનમાં ગુરૂભક્તિ, સાધુસત્કાર, આશાતનાવર્જન પોતાના જીવનમાં સારી રીતે ન સેવે તે દર્શનપાસત્યો. તેવી રીતે રજોહરણ - ઓઘો રાખે પણ પુંજે - પ્રમાર્જ નહીં તે ચારિત્રપાસત્થો જીવનભર જે ભાવનાઓ નિરંતર સેવવાની છે તે ભાવનાઓ ભાવે નહી તે ભાવનાપાસત્યો કહેવાય.
- સાધક જો આચારશુદ્ધિ અને ભાવનાથી ભાવિત બને તો ત્યાં કષાય આવી શકે નહીં, કષાયનાં નિમિત્તો નિષ્ફળ બને. અપવર્તનાકરણના અધ્યવસાયો વડે સત્તાગત દલિકોની સ્થિતિ અને રસની અપવર્તન કરવા વડે જીવ મંદ રસવાળાં કર્મોને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે છે. આમાં જે મંદ રસવાળા દલિકો ઉદયમાં આવીને ખપી ગયા તે ક્ષય અને આ અધ્યવસાયના બળે સત્તાગત તીવ્ર રસવાળા દલિકો ઉદયમાં ન આવી શકે તેવી સ્થિતિવાળા થયા તે ઉપશમ. આમાં આ રીતે ક્ષય અને ઉપશમ બંને ભાવ હોવાથી તે લયોપશમભાવ કહેવાય છે.
આ રીતે વર્તમાનકાળની જાગૃતિથી સતત સાધના કરવાની છે. બંધને અનુરૂપ અધ્યવસાયસ્થાનકોને સેવીએ તો સત્તાગત સ્થિતિ અને રસની ઉદ્વર્તના થાય છે અને સંવર અને નિર્જરાને અનુરૂપ અધ્યવસાયસ્થાનકોને સેવવાથી સ્થિતિ અને રસની અપવર્તના થઈ શકે છે. ટૂંકમાં ભૂલો કર્યા પછી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org