________________
સામર્થ્યયોગ
૨૦૯
पश्यतु ब्रह्म निर्द्वन्दं, निर्द्वन्द्वानुभवं विना ।
कथं लिपिमयी दृष्टि - ङिमयी वा मनोमयी ॥ નિર્ઝન્દ્ર અનુભવ વિના આ નિર્લેન્દ્ર બ્રહ્મને પામી શકાતું નથી. લિપિમય, વચનમય કે મનોમય દૃષ્ટિથી આ નિર્દુત્વને પામી શકાતું નથી.
સ્વરૂપ નિર્ટન્દ્ર છે. સંસાર દ્વન્દથી ચાલે છે. બે પરસ્પર વિરોધી પદાર્થોનું હોવું તે દ્વન્દ્ર છે.
રાગ-દ્વેષ, રતિ-અરતિ, સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, સર્જન-વિસર્જન, હાસ્યશોક, જ્ઞાન-અજ્ઞાન, સંયોગ-વિયોગ, માન-અપમાન – સંસાર આવા દ્વન્દોથી ચાલે છે. સિદ્ધો દ્વન્દ વિનાના છે. આત્મામાં દુન્દુ નથી. આનંદ સ્વરૂપ આત્મા છે. આનંદ સામે અનાનન્દ નથી. જ્યાં સ્વૈત છે ત્યાં દ્વન્દ્ર છે. દ્વન્દ્ર એટલે સંઘર્ષ-ક્લેશ. વાસ્તવિક સુખ અદ્વૈત-અદ્વન્દ્રમાં છે. સુખ હોય ત્યાં દુ:ખ હોય હોય ને હોય જ. આપણને એકલું સુખ જોઈએ છે તો આપણે ભુલા પડ્યા છીએ, અહીં સંસારમાં એકલું સુખ હોય જ નહીં, એકલું સુખ મળે જ નહીં. વિકારી ભાવોમાં સુખ અલ્પ - દુઃખ ઘણું હોય. શાસ્ત્રો દિગ્દર્શક છે. તર્કથી, અનુમાનથી, આગમથી જો અતીન્દ્રિય પદાર્થો જણાતા હોય તો અત્યાર સુધીમાં થયેલા બુદ્ધિશાળીઓ ક્યારનાય તેનો પાર પામી શક્યા હોત. માટે જ કહ્યું કે,
"ज्ञायेरन हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः ।
कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ શાસ્ત્રો સામાન્યથી વર્ણન કરે છે. સામર્થ્યયોગીની કક્ષા ઘણી ઊંચી હોય છે. તેનું વીર્ય પ્રચંડ કક્ષાનું હોય છે અને તેનાથી તે સ્વરૂપમાં લીન બનેલો હોય છે. સ્વરૂપની તીવ્રકોટીની લીનતાનો આનંદ એ અનુભવનો વિષય છે. અનુભવનારો પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી.
જગતમાં ભાવો અનંતા છે તેમાંથી અનંતમો ભાગ અભિલાપ્ય છે. તેમાંથી અનંતમો ભાગ કથનીય છે. બોલી શકાય છે. આત્માનો આનંદ અભિલાપ્ય નથી. અનુભવગમ્ય છે. આજે આપણું વીર્ય ખંડખંડ થઈ રહ્યું છે તમે તમારા રાગના કેટલા ટુકડા કર્યા છે ? પત્ની ઉપર થોડોક રાગ, દીકરા ઉપર થોડોક રાગ, પૈસા ઉપર થોડોક રાગ, કાયા ઉપર થોડો રાગ, કીર્તિ ઉપર થોડો રાગ કારણકે આ ભિખારી જીવને બધાની ક્યારેક જરૂર પડશે એ આશયથી તેણે રાગના ટુકડે - ટુકડા કર્યા છે.
વીર્ય આ રીતે વિભાવમાં સ્મલિત થયું હોવાથી જીવ ધર્મમાં સ્થિર થતો નથી. વીર્ય પિંડીભૂત થાય ત્યારે અધ્યવસાય તીવ્ર બને છે. પણ વીર્યમાં જો અવિવેક ભળે તો જીવ સાતમી નરકે જાય છે. વિવેક વગરનું સત્ત્વ
પ્રશંસનીય નથી. વીર્યમાં વિવેક ભળે ત્યારે ક્ષપકશ્રેણી પણ માંડી શકાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org