________________
૨ ૧ ૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છાવરવાથી, બચાવ કરવાથી તે પાપમાં વૃદ્ધિ થાય છે અને તેનો સ્વીકાર કરીને નિંદા, ગહ કરવાથી પાપમાં હાનિ થાય છે. એટલે પાપની વૃત્તિ અને પાપની પ્રવૃત્તિને ક્યારે પણ છાવરવાનો પ્રયત્ન ન કરવો. never justify your faults. ભૂલોનો ક્યારે પણ બચાવ ન કરવો. પણ સ્વીકાર કરવો તો સુધરવાની તક ઉભી રહેશે.
આચારપાલનની મહત્તા જો મોક્ષે જલ્દી જવું હોય અને તે માટે અધ્યવસાયની, પરિણતિની શુદ્ધિ કરવી હોય તો સમજી રાખો કે આખો સંસાર કષાયમય છે. ભાવનાનું બખ્તર જો ઊભું કરવામાં આવે તો કષાય નિષ્ફળ જાય, કષાયનો નાશ થાય. પહેલા ગુણસ્થાનકવાળો અભવ્યનો આત્મા નવમા સૈવેયકે જાય તેમાં નિરતિચાર દ્રવ્યચારિત્ર એ કારણ છે. સ્ત્રીને અડાય નહીં, અગ્નિને અડાય નહીં, કાચા પાણીને અડાય નહીં આ બધું મારાથી ન થાય એવી ખટક અંદર ઊભી હોય છે.
પાંચમા ગુણસ્થાનકે રહેલો શ્રાવક બારમા દેવલોકથી ઉપર ન જઈ શકે કારણ કે આચારપાલનથી પરિણતિ ઊભી કરી નથી. શ્રાવક સંસારમાં બચી બચીને કેટલું બચી શકશે ? શ્રાવકને આ ખટક નથી. ૫-૨૫-૫૦ વર્ષનું ચારિત્ર પાળે છે એ આચારપાલનથી અભવ્યનાં કર્મો પાતળાં પડે છે. શ્રાવકને સ્ત્રીને અડતાં કંઈ થાય ? લાઈટના બટન દબાવતાં કંઈ થાય ? કાચા પાણીને અડતાં કંઈ થાય ? વનસ્પતિને અડતાં દુઃખ થાય ? શ્રાવકને આમાં અરેરાટી થતી નથી. જ્યારે અભવ્ય આચારના પાલનથી પરિણતિ ઊભી કરી છે કે કાચા પાણીને અડાય જ નહીં.
જોકે અભવ્ય સ્વભાવ એ મોક્ષની શ્રદ્ધા કરવામાં પ્રતિબંધક બને છે. ઈદ્રિયોના વિષયોથી અતિરિક્ત સુખ - ગુણોનું સુખ - હોઈ શકે છે એ ઘેડ જ એને બેસતી નથી માટે તેનો આત્મિક વિકાસ બિલકુલ થઈ શકતો નથી. ઉપયોગમાં સમકિતનો ભાવ સ્પર્શતો જ નથી.
જ્ઞાનદશામાં જ સુખ છે. આપણી અનંત ભવયાત્રાના સ્વજનો આપણે અજ્ઞાનના ઉદયથી યાદ નથી. કર્મના ઉદયથી આ વિસ્મરણ થયું છે તો તમે સુખી છો કે દુ:ખી ? અને માનો કે પૂર્વભવીય સ્વજનો યાદ આવે તો સુખ વધે કે ઘટે ? અજ્ઞાનથી થયેલું વિસ્મરણ પણ સુખનું કારણ બન્યું છે તો જ્ઞાનના બળે તમે ભૂલી જાવ તો કેવા સુખી બની જાવ ? તમે બધું એવી રીતે ભૂલો કે એક આત્મા જ પકડાઈ રહે અને બીજું બધું ભૂલી જવાય. નિદ્રામાં દર્શનાવરણીયના ઉદયે – અજ્ઞાનના બળે દેહનું ભાન ભૂલી જઈએ છીએ અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org