________________
કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા
આ સાધકને માટે પ્રેરક જ્ઞાનયોગ બની રહે છે. તેનાથી “હું કરું છું' એવો મિથ્યાભિમાનનો ભાવ આવતો નથી. તે અંદરમાં સમાઈ જાય છે. ઔદયિકભાવો એ મારું અંતિમ સ્વરૂપ નથી પણ ક્ષાયિક અને પારિણામિક ભાવમય સિદ્ધ ભગવંત મારે બનવાનું છે એની સતત જાગૃતિ હોવાથી આવરણ' દૂર થતાં યોગી આખરે અકર્મદશાને પામી જાય છે.
સંભવનાથ પ્રભુનો જીવ પૂર્વથી ત્રીજા ભવમાં વિમલરાજા હતા. તે સમયે દુકાળ પડ્યો. ત્યારે ખૂબ સાધર્મિક ભક્તિ કરી. ખૂબ પુણ્ય બાંધ્યું અને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. કર્મયોગની સાધના દેખાવમાં ભૌતિક સાધના દેખાય છે. પણ અંદરની પરિણતિને કેળવવામાં, સ્વાર્થહૂાસ અને સ્વાર્થનાશ માટેની અદૂભૂત સાધના છે. કર્મ કરતાં અકર્મ ભાવ આવે છે. તે કર્મયોગીની સમજ છે કે આ ચીજ મારી નથી. હું ચેતન છું, આ જડ છે. મારું નથી. બીજાનું છે ને બીજાને આપીને તે કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. આમાં કર્તાભાવ નથી. કર્તાભાવ એ સંસાર છે, એ અહંકાર છે. કોઈ પણ ચીજનો સદુપયોગ મોક્ષ આપી શકે છે. ભોક્તાભાવ એ સંસાર છે “દેહને હું માનવા રૂપ' ઊંડે ઊંડે રહેલો તે પરિણામ લોભસ્વરૂપ છે. લોભ દસમા ગુણસ્થાનક સુધી વિવિધ સ્વરૂપે રહેલો છે. પરમાત્માનો ભક્ત સર્વમાં પરમાત્માને જુએ છે. ભક્તિયોગની સાધના કરતાં કરતાં ભક્તને પરમાત્મા મળે પછી કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આમ કર્મયોગી, કર્મમાં અકર્મના અનુભવ કરવા દ્વારા કૃતકૃત્ય બને છે. અર્થાત્ તેને કાંઈ કરવાનું રહેતું નથી. તેમ ભક્તયોગી પરમાત્માને પામવા દ્વારા પ્રાપ્ત – પ્રાપ્તવ્ય બને છે અને જ્ઞાનયોગી આત્માનો અનુભવ કરવા દ્વારા જ્ઞાત જ્ઞાતવ્ય બને છે. આ ત્રણેનો અભેદ છે.
અકર્મની સાધના, પરમાત્માભક્તિની સાધના, જ્ઞાનયોગની સાધના અપેક્ષાએ ત્રણેનો અભેદ છે. આપણે અહંકારથી દેહાદિમાં અભેદ થઈ ગયા હોવાથી તે જુદી જુદી દેખાય છે. સાધનાના ભેદથી કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ ત્રણભેદ પણ અહંકારના કારણે જ છે. સાધક જેમ જેમ સાધનામાં આગળ વધે છે તેમ તેમ અહંકાર ઘટે છે, જેમ જેમ અહંકાર ઘટે છે તેમ તેમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ભેદ પણ ઘટવા માંડે છે.
કર્મયોગમાં અહંકાર રહેવા છતાં જેમ જેમ કર્મ કરવામાં આવે છે તેમ તેમ અહંકાર શુદ્ધ થવા માંડે છે અને કર્મયોગ સિદ્ધ થતા કે નીકળી જાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org