________________
કર્મબંધના પ્રકાર
૨૦૧
બાવીસમા, ત્રેવીસમા, પચ્ચીસમા, ભવમાં સંયમની ઉગ્રસાધના દ્વારા પ્રભુએ પાપના અનુબંધો તોડી નાખ્યા હતા. દુબુદ્ધિને ખતમ કરી નાંખી હતી, માટે કાનમાં ખીલા, ઠોકાવાના સમયે પ્રભુ દ્રષ્ટાભાવમાં રહ્યા. ઉપશમભાવમાં રહ્યા અને તેથી કર્મ ખપી ગયું. નવાં કર્મો બંધાયાં નહિ અને પ્રભુ આગળ વધી ક્ષપકશ્રેણી માંડી વીતરાગ સર્વજ્ઞ બન્યા.
શ્રેણિક રાજાએ પણ મૃગયા રમતાં હરણીનો શિકાર કરી, એક ઝાટકે બેની હત્યા કરી, નિકાચિત કર્મ બાંધી લીધું. એટલે ભોગવવું જ પડ્યું.
ગામ ગજસુકુમાલ, બંધક મુનિના જીવે પૂર્વભવમાં પાપકર્મ નિકાચિત કર્યું હશે એથી દુઃખનું દશ્ય તો મળ્યું, પણ પછી ક્ષપકશ્રેણીમાં આ કર્મોનો ભુક્કો બોલાવી દીધો છે. અહીં નિકાચિત કર્મો દ્રષ્ટાની દશા બગાડી શક્યાં નથી કારણ કે આત્મા જાગી ચૂક્યો છે.
જેટલાં કષ્ટો આપો તે સહન કરી લે, સામો પ્રતિકાર ન કરે તે સંત કહેવાય છે.
પ્રભુ મહાવીર સંત બન્યા પછી કર્મો ઉદયમાં આવ્યાં છે. વાસ્તવિક ત્યાગ – તપ – સંયમની આરાધના ભગવાને ૨૭ ભવો દરમ્યાન કરી છે. આમાં કોઈ બનાવટ નથી. સત્તાવીસમા ભવમાં લાભ શું થયો ? કર્મો ખસ્યાં નથી, પણ અનુબંધો બધા તૂટી ગયા છે. કર્મો બગાડતા નથી એટલું અનુબંધ બગાડે છે. જૈનશાસન પાપના અનુબંધ ઊભા કરાવનાર દુબુદ્ધિની નિંદા કરે છે, અને પુણ્યના અનુબંધ ઊભા કરાવનાર સબુદ્ધિની પ્રશંસા કરે છે.
હું તો આ આપદાઓનો, સદા ઉપહાર માનું છું ગણે કાંટા કોઈ દુઃખને, હું તો ફુલછાબ માનું છું.
મળ્યા છે દર્દ કાયાને, મને વરદાન લાગે છે, કર્મને તોડવાનું આ રીતે આસાન લાગે છે,
દર્દનો શાંત ભાવે હું સદા ઉપહાર માનું છું. ગરીબી લાભકારી છે, વિચારે જો હૃદય સાચું બચે છે પાપથી આતમ, અમીરીમાં જ સર્જાતું; મળી ના સાહ્યબી મુજને, પ્રભુનો પાડ માનું છું.
નથી કોઈ સ્વજન મારું, મને એની ખુમારી છે, રહે છે મન સમાધિમાં, મજા એની નિરાલી છે; ઉપેક્ષા જગ કરે મારી, તો એ આભાર માનું છું.
૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org