________________
૨00
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કરવો પડે. અને ઉગ્ર પુરુષાર્થ દ્વારા તે ખપી શકે. ગાઢનિકાચિત કર્મો તો. પુરુષાર્થને ઓવરટેક કરે છે. અને કોઈ પણ સંયોગોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં લાવીને જીવને મૂકી દે છે. રાજમાર્ગે એ કર્મ ઉપર પુરુષાર્થ ચાલી શકતો નથી. એટલે ભોગવવા જ પડે છે. જોકે એમાં પણ સમજવું જરૂરી છે કે કર્મોની સૌથી વધુ maximum તાકાત દેશ્ય ઉપર છે. આત્મા જો અપૂર્વ વીર્ય ફોરવે તો દ્રષ્ટા તેનાથી અલગ રહી શકે છે. જોકે દશ્યમાંથી તે જીવ ગાઢ નિકાચિત કર્મોદય હોવાથી છૂટી શકતો નથી. પણ જો તેની અસર નીચે ન રહેવું એ પણ અપેક્ષાએ કર્મોની નિકાચિતતા ઉપર પ્રહાર તો છે જ. દા.ત. કોઈ બેનને નિકાચિત કર્મોદયે વૈધવ્ય મળ્યું. કર્મના સંયોગે આ દશ્યમાં દ્રષ્ટા અળગો રહીને “બ્રહ્મચર્ય પાળવાની તક મળી” એમ સમાધાન કરીને જીવે, તો કર્મની તાકાત દ્રા ઉપર અપેક્ષાએ ઓછી થઈ કહી શકાય. કર્મોનો છેડો આવી ગયો હોય, કર્મો આરે આવી ઊભાં હોય તો પ્રચંડ પુરુષાર્થથી કામ થઈ શકે. કોઈ તીર્થંકર પ્રભુના આત્માનો યોગ મળી જાય તો એમના સાન્નિધ્યથી, પ્રભાવથી, અવલંબનથી ક્વચિત્ આરે આવેલાં કર્મો ખપી શકે. પણ જે કર્મો આરે નથી આવ્યાં અને જે કર્મ મધ્યમાં નથી આવ્યાં, પણ શરૂઆતમાં છે, ત્યાં જીવનો કોઈ પુરુષાર્થ ન
લાગે.
પ્રશ્ન : નિકાચિત કર્મો શેનાથી બંધાય ?
ઉત્તર : જે કાર્યો કરતાં પહેલાં તીવ્ર અભિલાષ, જે કાર્યો કરતી વખતે તીવ્ર આનંદ, જે કાર્યો કર્યા પછી ભરપેટ અનુમોદના થાય છે. તે કર્મો નિકાચિત બંધાઈ શકે છે. આ રીતે પુણ્ય અને પાપ બંને નિકાચિત થાય
આત્મા જે પાપપ્રવૃત્તિ તીવ્ર પરિણામથી કરે, અતિશય સારું માનીને કરે, વજલેપ જેવી બુદ્ધિ રાખીને કરે, કર્યા પછી ખૂબ અહંકાર સેવે, કર્યા પછી ખૂબ પ્રશંસા કરે, કર્યા પછી પણ ખરાબ ન માને, પ્રાયશ્ચિત્તની બુદ્ધિ ન થાય. એટલે લગભગ નિકાચનાકરણ ઠોકાઈ જાય.
તો ભગવાન મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું છે. ભારે અનંતાનુબંધી કષાય અનંતાનુબંધી જેવો કરી, તીવ્ર નિર્દયતા અને કઠોરતા કરેલી જણાય છે. આ કાર્ય કર્યા પછી પણ પશ્ચાત્તાપ થયો નથી, ઉર્દુ એમ વિચારે છે કે આ દુષ્ટ તો આ સજાને જ લાયક છે. આ રીતે પ્રભુના જીવે પણ ગાઢનિકાચના કરી લીધી છે. પછીના ભાવોમાં ઘણો ધર્મ કર્યો છે, છતાં આ કર્મ ખપ્યું નથી એ વાત બતાવે છે કે પ્રભુએ કર્મો સામે જંગ ખેલીને ગાઢ નિકાચિત કર્મ બાંધ્યું હતું. ગાઢ નિકાચિત કર્મ હોવાથી પ્રભુને તે ભોગવવું પડ્યું, પરંતુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org