________________
કર્મબંધના પ્રકાર
કર્મો જ પ્રકારે બંધાય છે (૧) સ્પષ્ટ, (૨) બદ્ધ (૩) નિધત્ત (૪) નિકાચિત.
(૧) સ્પષ્ટ કર્મો અગ્યાર – બાર – તેરમે ગુણસ્થાનકે બંધાય છે. તેની સ્થિતિ બે સમય છે. પહેલે સમયે બાંધે, બીજે સમયે ઉદયમાં આવી ખલાસ થઈ જાય છે. આ ત્રણે ગુણકાણે વીતરાગ અવસ્થા છે. અહીં રાગનો ઉદય નથી. જોકે અગ્યારમે ગુણઠાણે રાગનો સર્વથા ઉદય ન હોવા છતાં સત્તામાં મોહનીયકર્મ બેઠેલું છે. બારમે ગઠાઠાણે મોહનીય કર્મનો સત્તામાંથી સંપૂર્ણ નાશ થયો હોવા છતાં અજ્ઞાન બેઠું છે કારણકે છદ્મસ્થ અવસ્થા છે અને તેરમે ગુણસ્થાનકે સર્વજ્ઞ અવસ્થા છે. પણ આ ત્રણે ગુણઠાણે ઉદયમાં મોહ નથી તેથી કર્મોમાં રસ અને સ્થિતિ બંધાતાં નથી. માત્ર ઈર્યાપથિક યોગજન્ય એક શાતાવેદનીયકર્મ બે સમયની સ્થિતિનું બંધાય છે. સોયના ઢગલા જેવી આ સ્થિતિ છે પવનનો ઝપાટો આવે તો સોયો છૂટી પડી
જાય.
(૨) બદ્ધ કર્મમાં રાગાદિ પરિણતિ સહેજ ભળે છે એટલે કર્મ બંધાય છે. જાણે કે સોયના ઢગલાને દોરીથી બાંધી દીધો હોય તેવું આ કર્મ છે. રાગાદિના પ્રતિપક્ષ ભાવો કરવાથી આ કર્મો છૂટે છે.
(૩) નિધત્ત : વિશિષ્ટ કોટીના રાગાદિ કરવાથી જે કર્મો તીવ્રતાથી બંધાય છે, આત્મા જોડે એકમેક થાય છે. રાગ હોય તો રાગની ચીકાશ એકમેક પડે છે. દ્વેષ હોય તો હૈષની ચીકાશ ઠીક ઠીક પડે છે. અહીં સોયના ઢગલાને કાટ લાગ્યો હોય અને એકમેક થઈ જાય તેવી રીતે અહીં પણ ઘનિષ્ટતા છે. ઘણા પ્રયત્નપૂર્વક કાટને દૂર કરવામાં સફળતા મળે છે. જેમ લાખ, મીણ વગેરે દ્રવ્યને તાપ મળતાં પીગળી જાય છે. અને પીગળેલા તે મીણાદિમાં જો કોઈ રંગ નાંખો તો તે એકમેક થઈ જાય છે. મીણ થીજી જતાં તે રંગવાળું જ મીણ બની જાય છે. એવી રીતે આત્મા જે શુભાશુભ પ્રવૃત્તિમાં એકાકાર થઈ જાય છે, અતિશય ગૃદ્ધ બની જાય છે. આ આસક્તિથી નિધત્ત કર્મ આત્મા ઉપર ઠોકાઈ જાય છે. ટૂંકમાં જે ભોગોને ભોગવતાં આત્મા પીગળી જાય છે અને ભોગપભોગમાં રંગાઈ જાય છે. તે વખતે આત્મામાં જે સંસ્કાર પડી જાય છે તે સંસ્કારો આત્માને ચીકણાં કર્મો બંધાવે છે. તેને તોડવાં અતિ મુશ્કેલ હોય છે. સામાન્ય કોટીની ક્રિયા કે સામાન્ય ભાવથી તે કર્મો ખપી શકતાં નથી. ઉત્કૃષ્ટ તપ, ત્યાગ, વૈરાગ્યથી આ કર્મો તૂટી શકે છે. રાગની પ્રતિપક્ષ વૈરાગ્યભાવના ઊભી થાય, ભોગની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org