________________
૧૯૬
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સમ્ + અ + દા ઉપરથી સંપ્રદાય શબ્દ બન્યો છે. સારી રીતે + પ્રકૃષ્ટપણે + આપવું. શું આપવું ? ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં દેહ અને આત્માનું ઐક્ય અનુભવીને આત્મા પોતાનું સાચું સ્વરૂપ ભૂલી ગયો છે, ઉપશમભાવ ભૂલી ગયો છે. તે સાચું સ્વરૂપ જ્યાં પ્રાપ્ત થાય છે, એમાં જે આનંદ, સુખ છે, તે અનંતકાળથી ભૂલી ગયો છે, પોતાનું ““સત્યમ્ શિવમ્ સુંદરમ્” સ્વરૂપ ભૂલી ગયો છે તે સત્ય સ્વરૂપ આત્માને આપવું – આવી સાધના જ્યાં થાય તે સંપ્રદાય.
આવી સાધના જ્યાં થાય ત્યાં રહેવું તે વ્યવહારથી સંપ્રદાય છે. આવી સાધના પ્રાપ્ત કરી સ્વરૂપ પ્રાપ્ત કરવું તે નિશ્ચય સંપ્રદાય છે. યુગલિક કાળમાં ધર્મ નથી, યુગલિક કાળમાં સાધના નથી, અસિ, મણિ, કૃષિ નથી, કલ્પવૃક્ષથી જીવન જીવનારા છે. અહીં દાન - તપ – જપ સામાયિકાદિ નથી. છતાં યુગલિક મરીને દેવલોકમાં નિચે જાય છે.
ધર્મના અભાવે કોના બળે દેવલોકમાં જાય છે ? | વિષય – કષાયની પરિણતિ મંદ હોય છે. ભદ્રક પરિણામના કારણે જે જોઈએ તે મળી જતાં તૃપ્તિ થઈ જાય છે. અને માટે જ યુગલિકો, નરકમાં – તિર્યંચમાં – મનુષ્યમાં જતા નથી.
તમને આવું જીવન ગમે ? જોઈતું હોય તે મળી જતાં તૃપ્તિ થઈ જાય ? યુગલિકોની તૃષ્ણા ઉપર જતી નથી. આ યુગલિકતા છે. તમે તમારા જીવનનો મેળ તપાસો. બાર મહિને એક લાખ રૂપિયાનો ખર્ચો હોય અને બે લાખ રૂપિયા મળી જાય પછી તૃષ્ણા ઘટે ? કષાયો ઘટે ? તમે સ્વાર્થ સધાઈ ગયા પછી પણ કલેશ, સંઘર્ષને દેશવટો આપ્યો છે ? યુગલિકો જીવનમાં કોઈ જોડે ઊંચા અવાજે બોલતા નથી, મારામારી, હુંસાતુંસી, ખેંચાખેંચી કશું જ નથી !! યુગલિકોમાં બાહ્ય સંઘર્ષ નથી માટે દેવલોક છે. અને આંતર સંઘર્ષ નથી માટે મોક્ષ નથી, ઉપરના ગુણસ્થાનકો નથી. કષાયની તીવ્રતા ન હોવાથી યુગલિકોને બાહ્ય સંઘર્ષ કરતાં આવડતું નથી. જે બાહ્ય સંઘર્ષ કરે તે નિયમા દુર્ગતિમાં જાય છે. આંતર સંઘર્ષ પણ પરાકાષ્ઠાનો હોય ત્યારે મોક્ષ મળે છે. રાગ – દ્રષ, ક્લેશ, વગેરે અંદરના દુશ્મનો છે. શત્રુ સામે લડવાનું છે, શત્રુને ખતમ કરવાના છે. શત્રુનો નાશ કરવાનો હોય કે તેને પંપાળવાના હોય ? શત્રુની હાજરીમાં જો સંસારનું સુખ પણ ન અનુભવી શકાય તો પછી આત્મિક સુખ તો કેવી રીતે અનુભવી શકાય ? શત્રુ કોણ ? હકીકતમાં શત્રુ નથી તેને તમે શત્રુ માનો છો અને અંતરશત્રુઓને પંપાળો છો. શાસ્ત્રયોની પરાકાષ્ઠાનો આંતરસંઘર્ષ કરે છે. બીજો કોઈ ન કરી શકે. તમને બાહ્ય સંઘર્ષ નથી ફાવતો તો તમારા માટે સદ્ગતિ નક્કી પણ તેનાથી હરખાવા જેવું નથી, કારણ કે બાહ્ય સંઘર્ષ ન ગમ્યો, તેની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org