________________
૧૮૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પ્રત્યે પક્ષપાત ઊભો કર્યો નથી તો તમારું જીવન નિષ્ફળ ગયું સમજવું. શાસ્ત્રયોગી બધા ગુણોની સંપ્રત્યયાત્મક શ્રદ્ધા કરીને બેઠા છે. સંસારમાં બેઠેલા યોગીને બધા ગુણોની જરૂરિયાત ન હોય તો પણ તે તે ગુણનો આનંદ અનુભવાતો નથી. જ્યાં આનંદ ત્યાં નિર્જરા ચાલુ થઈ ગયેલી સમજવી. શાસ્ત્રયોગી બંગલા - બગીચા જુએ, તમે પણ જુઓ. એનું જ્ઞાન તારક, તમારું જ્ઞાન મારક છે. તમે વિષયોમાં એકાકાર થાવ છો.
વિષયોમાં એકરાર બનવું એ મિથ્યાત્વ છે. વિષયોમાં એકાકાર ન બને તે મહાન છે. વિષયોના સાક્ષી બને તે શાસ્ત્રયોગી છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિને ચાર કષાયનો પોયરામ થવાથી તત્ત્વની રુચિ છે. ચાર કષાય જવાથી, આત્મા ઓળખાયો છે. તેનું જ્ઞાન સમ્યગુ બન્યું છે. દર્શન સમ્યગૂ છે. પણ ચારિત્ર ન હોવાથી તત્ત્વનું સંવેદન નથી. મહાત્માને તત્ત્વની રુચિ અને સંવેદન ભેગું છે. મિથ્યાત્વીને તો રુચિ પણ નથી અને સંવેદન પણ નથી.
સમકિતીને, સ્વરૂપની રુચિ છે. છતાં સંસારમાં બેઠો છે માટે અર્થ, કામની પ્રવૃત્તિ છે. અર્થ, કામનું પ્રયોજન છે. અર્થ અને કામમાં પોતાપણાની બુદ્ધિ કર્મના ઉદયથી થાય છે અવિરતિજન્ય સંસ્કારો બેઠેલા છે, તે સંસારમાં – વિષયોમાં પ્રવૃત્તિ કરાવે છે. અવિરતિજન્ય કર્મોના ઉદયના કારણે તેને અર્થકામમાં સારાપણાની અને મારાપણાની બુદ્ધિ થાય છે. પરંતુ સમ્યક્ત્વ હાજર હોવાને કારણે તે જ વખતે હેયત્વ પરિણામ પણ સાથે જ રહે છે. તેથી સારાપણાની કે મારાપણાની બુદ્ધિ, અમુક મર્યાદામાં જ રહે છે. આ સમ્યગ્દર્શન છે. માટે સ્વભાવની, સ્વરૂપની રુચિ છે. અને તેથી તત્ત્વ પામવાની ઇચ્છા ધરાવે છે.
સંસારનાં સુખો ભોગવવા છતાં તેને સારું ન માને. તેને પેંડો ગળ્યો લાગે, સારો લાગે પણ તત્ત્વની રુચિ ખસી નથી એટલે ભોગો જે સારા લાગે છે એના ઉપર જે ગમો છે. તે ગમ ઉપર અણગમો બેઠેલો છે. સારું લાગે છે તે ગમતું નથી.
વિષયો સારા લાગવા એ અવિરતિ છે, વિષયોને સારા માનતા નથી એ સમ્યકત્વ છે. સારું લાગવું અને સારું માનવું એમાં ફેર છે.
જેને આત્માનો આનંદ છે એવા સર્વવિરતિધરની બધી પ્રવૃત્તિ ઔચિત્ય રૂપે હોય છે. તવિષયક પરિણામ તેમને અંદરમાં સ્પર્શે નહીં. સંસારમાં ઈષ્ટ પદાર્થો આપણને ગમે છે. આપણે ચોંટીએ છીએ, અને રમાડ્યા કરીએ છીએ એ અશુભ વિકલ્પ છે. જેનું ચિત્ત રાગાદિ વિકલ્પોને ચોટે. તેનું ચિત્ત મિથ્યાત્વવાસિત છે. આજે તમને જે જે યાદ આવે છે, તેના વિકલ્પો તમને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org