________________
૧૮૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
દ્રવ્યોનો સપ્તભંગાત્મક નય-પ્રમાણજ્ઞાનયુક્ત સમ્યફ બોધ પ્રાપ્ત કરવો અનિવાર્ય આવશ્યક છે. આત્માર્થીએ ખાસ સમજવું કે ધર્મનો ધર્મી સાથે કથંચિત ભેદાભેદ છે. પણ જ્યારે સ્વભાવ રૂપ ધર્મનો ધર્મી સાથેનો ભેદ વિચારીએ ત્યારે આ ભેદ ઉપચરિત હોય છે. અને અભેદ અનુપચરિત હોય છે. જેવી રીતે આત્મા અને જ્ઞાન.
વિભાવરૂપ ધર્મનો ધર્મી સાથેનો કથંચિત ભેદભેદમાં અભેદને ઉપચરિત જાણવો. જ્યારે ભેદને અનુપચરિત (એટલે કે વાસ્તવિક) જાણવાનો છે. સાધના માટે આ વાત અતિ ઉપયોગી બની શકે તેમ છે. રાગ એ આત્માનો વિભાવ ધર્મ છે એનો આત્મા જોડેનો અભેદ કાલ્પનિક છે. જ્યારે આત્મામાંથી રાગને દૂર કરવો હોય તો કરી શકાય છે કારણ કે આત્મા અને રાગનો ભેદ જ વાસ્તવિક છે.
દુનિયામાં જડ - ચેતનના ભિન્ન ભિન્ન જે બનાવો બને છે તેમાં સિદ્ધ ભગવંતો નિમિત્ત બનતા નથી. આપણે કર્મોથી ઘેરાયેલા છીએ એટલે બનતા બનાવોમાં ઓછા - વધતા અંશે નિમિત્ત બની જઈએ છીએ. તમે નક્કી કરો કે મારે પ્રસંગોથી અળગા રહી, અલિપ્ત રહી, સિદ્ધની જેમ નિમિત્તે નથી બનવું.
આ જ રીતે આત્માનો વિકાસક્રમ સાધી શકાય છે.
મતિજ્ઞાનના ઉપયોગમાં સકામભાવથી, ઇચ્છાથી, લેપથી, સંગથી મતિજ્ઞાન ડહોળાયેલું છે, ખંડિત થયેલું છે. માટે વૈરાગ્ય આવતો નથી અને જીવ વીતરાગ બની શકતો નથી. આ જગતના પદાર્થોને સુધારવાના નથી, પણ મારે સુધરવાનું છે. નિમિત્તોને સુધારવા જતાં કર્મો વધતાં જાય છે. અને જ્ઞાનાદિ ગુણો ઉપરના આ આવરણો કેવળજ્ઞાનાદિ ગુણોને રોકે છે. હવે મતિજ્ઞાનના ઉપયોગમાં ગમે તે ભાવો આવે પણ નિર્લેપ જ બની રહેવું છે. જગતમાં અધિકાધિક પદાર્થોની ઇચ્છાના વિરમણથી નિરીહતા ગુણ કેળવ્યા પછી જે પદાર્થોનો ઉપયોગ જરૂરી બની રહે છે તેમાં નિર્લેપતા કેળવવી. અન્ય પુદ્ગલ અને જીવન પરિચયમાં આવતાં આપણે નિરાલા નથી રહેતા. સકામ બનીને સંગની અસર નીચે આવી જઈએ છીએ અને પરમાત્માને ભૂલી જઈએ છીએ. આ સંગભાવ છે. સંસાર છે ત્યાં સુધી વ્યવહાર છે. જડ, ચેતનનો પરસ્પર સંગ એ વ્યવહાર છે. બીજાના પરિચયમાં આવવું એ પણ વ્યવહાર છે. કેવળીને પણ ઉપદેશ માટે બીજાના પરિચયમાં આવવું પડે છે એ પણ વ્યવહાર છે, વસ્તુ અને વ્યક્તિ સાથેનો સંગ એ વ્યવહાર છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર રહેવાનો જ છે. વ્યવહાર ક્યાં ન હોય ? સિદ્ધમાં. ત્યાં શરીર નથી તો વ્યવહાર પણ નથી. મૃગાવતી જરા મોડાં આવ્યાં, એને પણ પ્રમાદ આવ્યો એટલે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org