________________
સાધનાની ખૂબીઓ
૧૯૩
વ્યવહારથી ક્રોધ ખરાબ છે કારણ કે તે બીજાનું પણ અહિત કરે છે. નિશ્ચયથી લોભ ખરાબ છે કારણ કે તે પોતાનું અહિત કરે છે.
મને કષાય ગમે નહીં, મને કષાય ફાવે નહીં, મને કષાય સ્પર્શે નહીં એવી સાધના માટે કરવી છે. એવું નક્કી કરો. અને એમાં આગળ વધો. અંદરની દૃષ્ટિ તો જ્ઞાની જાણે પણ તમે સુગુરુના આલંબને આમાં આગળ વધો.
પરભાવ અને પરપર્યાયોથી અળગા થવાનું છે. જે ચીજ આપણી નથી એનાથી જેટલા દૂર રહીશું એટલો ધર્મ નિકટ બનશે.
આચારનું પાલન પરિણતિ ઉપર છે. અને પરિણતિ માટે છે. પરિણતિ કષાયના ઘટવાપણા જોડે સંબંધ ધરાવે છે. તત્ત્વનું સંવેદન કરવું હોય તો કષાય કઈ રીતે થઈ શકે ? ધર્મી આત્મા સામાન્ય વાતચીતમાં કદી ઉગ્ર બને નહીં. આ કષાયો આ ભવમાં જેટલા ઓછા થઈ શકે તેટલા ઓછા કરી દેવા જેવા છે, તો જ દેવલોકમાં બચી શકાશે. દેવલોકમાં વિષયોની વિપુલ સામગ્રી એ બાહ્ય નિમિત્તકારણ અને અંદર અવિરતિનો ઉદય એ અત્યંતર નિમિત્તકારણ મળતાં આત્માને બચવું મુશ્કેલ બને છે. અહીં રાગથી બચ્યા નહીં અને પ્રતિપક્ષી ઉપશમભાવમાં ઠર્યા નહીં તો દેવલોકમાં કેવી રીતે બચી શકાશે ?
આત્માને વિતરાગતાની નજીક લઈ જવો હોય તો રાગની પરિણતિ ઘટાડવી પડશે. અને રાગની પરિણતિને ઘટાડવા માટે વિષયોને છોડવા પડશે. વિષયોમાં સુખ બુદ્ધિ એ તાલપુટ ઝેર છે. આખું જગત નિર્દોષ દેખાશે ત્યારે અધ્યાત્મ આવશે. પરિણતિ નિર્મળ કરવી એ ઊંચામાં ઊંચી સફળતા છે. એનું ભાવી ચોક્કસ ઉજ્વળ બનશે.
સંપ્રત્યયાત્મક શ્રદ્ધામાં કષાયો એટલા બધા નીકળી ગયા છે કે હવે શેષ રહેલા કષાયો આત્માની પરિણતિને બગાડવાનું કામ કરતા નથી. જે કષાયો રહ્યા છે તે સ્વરૂપની દિશામાં જવા માટે સહાયક બને છે. સ્વરૂપમાં રહેવાના અને યોગ્ય વ્યક્તિ આવે તો પમાડવાના વિકલ્પો પ્રધાનપણે હોય છે. શાસ્ત્રયોગીને બીજા વિકલ્પો આવે નહીં. કષાયોનું બળ વધે તો તમને ફેંકી દે, અને આગળ વધીને વધારે ને વધારે નુકશાન કર્યા કરે, અને જો કષાયોનું બળ ઘટે તો તમે એને ફેંકીને આગળ વધો. સત્તામાં રહેલા કષાયોના બળને તોડવાની તાકાત પણ આત્માની છે. અપવર્તનાકરણથી કષાયની સ્થિતિ અને રસ ઓછા થઈ જતાં, તે ચંડાળોનું બળ તૂટી જતાં, અંદરમાં બાપડા બનીને રહે છે. તેને તમારામાં રહેવું ભારે પડી જાય તેટલું પરાક્રમ તમારે ફોરવવાનું છે. કષાય ચૂપચાપ પડ્યા રહે અને ગુણસ્થાનક પ્રત્યાયક કષાયનો ક્ષયોપશમ થતાં માયકાંગલા, મૃતઃપાયઃ બનેલા કષાયનો ક્ષય થશે. મૃગાવતીના જીવનમાં ઊંચા પ્રકારનો શાસ્ત્રયોગ નથી, પણ જીવનમાં પરિણતિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org