________________
સાધનાની ખૂબીઓ
૧૯૧
સારાખોટાના ભાવો, સારા-ખોટાના વિકલ્પો કરવા એ અજ્ઞાન છે. આત્મામાં મોહ ઠાંસીઠાંસીને ભરેલો છે, માટે પદાર્થ આવતાં વિકલ્પોની ઘટમાળ શરૂ થાય છે. મતિજ્ઞાન ડહોળાઈ જાય છે અને આત્મસ્વરૂપનો નાશ થાય છે. આનાથી બચવા માટે દર્શનમોહ અને ચારિત્રમોહને તોડવો પડશે. શાંત, પ્રશાંત, ઉપશાંત બનવું પડશે. આત્મા એ જ તત્ત્વ છે. આત્માનો ઉપશમભાવ એ જ તત્ત્વ છે. દેખીતો બાહ્ય સંસાર એ વ્યવહારથી અતત્ત્વ છે અને એનાથી આત્મા જે પરિણામમાં ઝીલે છે તે નિશ્ચયથી સંસાર છે.
પહેલે – મિથ્યાત્વ ગુણસ્થાનકે તત્ત્વની રુચિ નથી, તત્ત્વનું સંવેદન નથી, તત્ત્વની શ્રદ્ધા નથી. વિષયની રુચિ ને કષાયનું સંવેદન છે. આ છે સંસાર. અવિરતિ સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે દર્શનમોહનો ક્ષયોપશમ છે. ચારિત્રમોહનો ક્ષયોપશમ નથી થયો. એટલે અવિરતિના પરિણામથી અવિરત ટકાવી રાખે છે. વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, વિષયોમાં ઈષ્ટાનિષ્ટ કરે છે. પણ આત્માને વિષયોમાં આત્યંતિક લેપાવા દેતો નથી એટલે કે જેટલે અંશે લેપાય છે તેમાં તેની હેયબુદ્ધિ ઊભી છે. તે માન્યતાથી, અભિપ્રાયથી સાચો બની ગયો છે.
માન્યતામાં બેઠું છે કે, “શ્રી જિન અને જિનમત વિના બધું અસાર છે, તુચ્છ છે,' અભિપ્રાયમાં બેઠું છે કે “જે જિનભક્ત નવિ થયું તે બીજાથી કેમ થાય ?” “g 3, gણે પરમà, શેષે મ ” આ માન્યતા વ્યાપક છે. (૧) આ લોકોત્તર જિનશાસન અર્થ રૂપ છે. (૨) પરમાર્થરૂપ છે. (૩) બીજું બધું અનર્થરૂપ છે. આમાં પહેલી બે બાબતમાં સંમત થવું સહેલું છે પણ ત્રીજી બાબત – આખો સંસાર - અનર્થરૂપ લાગે ત્યારે સમકિતની મહોરછાપ મળે છે. અને સમ્યગ્દર્શનમાં હેયોપાદેયનો યથાર્થ વિવેક હોવાથી કર્મબંધ અલ્પ થાય છે. અહીં ખોટાનો પક્ષપાત ચાલ્યો ગયો. કષાય થવા છતાં અહીં કષાયનો પક્ષપાત નથી. કષાય રુચિકર લાગ્યા નથી, જેને કષાય ન ફાવે તે સાચો ધર્માત્મા સમજવો.
આચારમાર્ગનું પાલન કરતાં કરતાં અંદરની તપાસ ચાલુ રાખો કે તારે કયા કષાયનો સંપર્ક તોડવો છે ? કયો કષાય થાય તો તમે ડરો છો ?
સજ્જન ક્રોધ કષાયમાં ઠરતો નથી. ક્રોધમાં બળવાનો અનુભવ છે. સજ્જન બીજાને ક્રોધનું નિમિત્ત પણ ન આપે.
સજ્જન બીજાનો માનભંગ ન કરે. કોઈનાં મર્મસ્થાનો ખુલ્લાં કરતાં નથી, કોઈના સ્પોટ ઉપર ઘા કરતાં નથી, કોઈની ગુપ્ત મંત્રણા ખુલ્લી કરતાં નથી, કોઈને છંછેડતા નથી, કારણ કે સજ્જન છે. આટલા અંશે તમે ધર્મ પામ્યા છો ? એમ મારું પૂછવું છે.
ધર્મીને કષાય ગમે નહીં, કષાય ગમતો નથી એ ઊંચો કે કષાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org