________________
સાધનાની ખૂબીઓ
૧૮૯
શાસ્ત્રયોગ ન રહ્યો. દીક્ષાની શરૂઆતથી ઠેઠ સુધી અપ્રમાદ હોય તો શાસ્ત્રયોગ સંભવે છે. જે પકડ્યું છે તેમાં નિર્ભયપણે ઊભા રહેવું એ અપ્રમાદ છે.
સામેથી ભયંકર વ્યાપદો આવે, બીજા ઉપસર્ગો આવે, ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ આપત્તિ આવે તોય જે અડીખમ ઊભા રહી શકે છે તે કર્મક્ષય કરવા સમર્થ બને છે.
ઊંચી કોટીનો કર્મક્ષય ઊંચી કોટીના ધર્મથી, સત્ત્વથી થાય છે.
સાત્ત્વિકતા વિના આવો ઊંચી કોટીનો ધર્મ થતો નથી. આપણા બધાનાં જીવનો પ્રમાદથી ભરપૂર છે. જેટલો દેહ, ઈન્દ્રિયોનો રાગ વધારે તેટલો પ્રમાદ વધારે છે, જેટલો વિષયોનો રાગ વધારે તેટલો પ્રમાદ વધારે છે, તેમ સમજવું.
પ્રમાદમાંથી અપ્રમાદ તરફ જવું હોય તો, પદાર્થોની આસક્તિ ઓછી કરવી જોઈએ, પદાર્થોમાં લેપાયમાન ન બનવું જોઈએ, પદાર્થોના ઉપભોગમાં નિરીહતા કેળવવી જોઈએ, પદાર્થોના પરિચયમાં અસંગભાવે વર્તવું જોઈએ. પ્રમાદને છોડીને સત્ત્વને ફોરવીને જે ઊંચું પાલન કરે છે તે જ આત્માને પામી શકે છે.
વ્યવહાર અને નિશ્ચય સાથે ચાલે છે.
સમ્યગું આચરણ, સન્ક્રિયા એ વ્યવહાર છે. ભાવ એ પરિણતિ છે, નિશ્ચય છે, આચાર દ્વારા પરિણતિ ઊભી થાય છે, આચાર દ્વારા પરિણતિ ન હોય તો આવે છે, આચાર દ્વારા પરિણતિ હોય તો નિર્મળ થાય છે માટે ઉચ્ચ વ્યવહારને હંમેશાં આદરવો જોઈએ.
પરમાત્મા મહાવિરાગી છે. ક્યાંય રાગ કરતા નથી, અતિશય નિર્લેપ જીવન જીવનારા છે, સંગથી લેપાયમાન થયા નથી. એમના જીવનથી ખ્યાલ આવે છે કે કર્મનો ક્ષય આ રીતે થાય છે.
પરમાત્મા ચારિત્ર લેવા નીકળે છે. શિબિકામાં બેસીને વરઘોડો નીકળે છે, ત્યાં સુધી ચારિત્ર સ્પર્યું નથી. અને જ્યાં પંચમુષ્ટિ લોચ કર્યો, દીક્ષા લીધી, સર્વવિરતિ ગ્રહણ કરી ત્યાં જ અપ્રમત્ત ગુણસ્થાનક અને મન: પર્યવજ્ઞાન થયું છે. આ જ બતાવે છે કે આચાર એ પ્રથમ ધર્મ છે. આ રાજમાર્ગ છે. આચારપાલન દ્વારા ભાવોને લાવવા સહેલા છે. ભરત ચક્રીએ આરીસાભવનમાં વીંટીને કાઢવાનો આચાર કર્યો, અનિત્યાદિ ભાવના પામવાનો આચાર કર્યો તો કેવળજ્ઞાન પામ્યા. મતિજ્ઞાનના ઉપયોગમાંથી રાગાદિ ભાવોનું અપસરણ થતાં જ વૈરાગ્ય વીતરાગતામાં પરિણમે છે. આ નિશ્ચયઆચાર છે, અંતરક્રિયા છે. અંતર પરિણતિથી પેદા થાય છે. સંસારના વિષમય વાતાવરણથી બચવા દેવ – ગુરુ – ધર્મની છાયા શ્રેષ્ઠ છે. દેવ – ગુરુ - ધર્મનું માંડલું છે. આ માંડલામાંથી બહાર નીકળ્યા તે રાગ - વેષની ઝેરી અસરથી બચી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org