________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૮૫
સતાવી રહ્યા છે. આમાંથી બહાર નીકળવું પડશે. જે કાંઈ મળ્યું છે, સારું કે ખોટું, એ બધામાંથી મન ઉઠાવી લઈશું, એના લાભ - નુકસાનને ગૌણ કરી દઈશું અને આત્મામાં જોડીશું ત્યારે ગ્રંથિભેદ થશે. આપણે સ્કૂલમાંથી સૂક્ષ્મમાં જવાનું છે, સૂક્ષ્મમાંથી શૂન્યમાં જવાનું છે, શૂન્યમાંથી પૂર્ણમાં જવાનું છે. આના માટે કષાયોનો હ્રાસ અને નાશ જરૂરી છે.
વિષય – કષાયોનો ઉપયોગ એ સ્થૂલ ઉપયોગ છે. એમાંથી સૂક્ષ્મમાં જવું હોય તો પદાર્થની અસર નીચે ન આવવું. પદાર્થને જોવામાં રાગાદિ કરવા નહીં. સંસારમાં નિર્મોહી બનીને જીવવાનું છે. જગતમાં કોઈએ તારું કશું બગાડ્યું નથી. હે આત્મન્ ! તું જ બગડ્યો છે એટલે જડ જગત અને ચેતન જગત તને દૂષિત દેખાય છે. તમારી દૃષ્ટિ સ્વચ્છ થતાં જડ જગત અને ચેતન જગત તમને નિર્દોષ દેખાવા માંડશે.
વિષય - કષાયની પરિણતિ જેમ જેમ તૂટતી જશે તેમ તેમ તમારો ઉપયોગ ચિંતનમય, મનનમય, ભાવનામય, સંવરમય બનતો જશે. અને તમે શૂન્યની નજીક સરકતાં જશો.
- શૂન્યના બે અર્થ છે. (૧) વસ્તુનો અભાવ એ શૂન્ય અને (૨) વસ્તુ હોવા છતાં અસર ન થવી. અસરનો અભાવ એ શૂન્ય છે અસર ચેતનને થાય છે, અસર જડની થાય છે. આ જડની અસરમાંથી નીકળી જવાથી શૂન્યના માર્ગે આગળ જવાય છે. અને સર્વથા અસરમાંથી નીકળી જતાં જીવ પૂર્ણ બને છે.
તમારે ત્યાં કેટલાં પ્રૂફ છે. (૧) વોટર પ્રફ (૨) ફાયર પ્રફ (૩) બુલેટ પ્રૂફ તેમ ઉપયોગને પણ અસરપ્રૂફ, અસરલેસ કરવાનો છે. પુદ્ગલની અસર ખરી પડતાં જીવ શૂન્ય બને છે.
ભગવાનને પહેલું સંઘયણ હતું અને આપણને છઠું સંઘયણ છે. કાયાની વાત બાજુ પર મૂકો પણ વાચિક પરિષહ તો સહન કરી શકશો ને ? કોઈ પાંચ – પચ્ચીસ ગાળ આપે તો તમને અસર ન થાય ને ? આમાં તો વિવેક અને જાગૃતિ જ જોઈએ છે ! તમે તે ગાળો પર વિચાર કરો, એ દોષો તમારામાં હોય તો તમે સુધરી જાવ અને એ દોષો ન હોય તો એ વાતને ભૂલી જાવ, રોંગ નંબર કહીને ટેલિફોન મૂકી દો. આ રીતે સર્જનનું wrong nomber શૂન્ય કરીને ગાળને હસી કાઢો તો તમે ગાળને સહન કરી કહેવાય. ક્ષમાધર્મ સેવ્યો કહેવાય અને તેથી તમારો મોક્ષ નિકટ બની ગયો. વચનક્ષમાના પાલનથી અસંગક્ષમા, ધર્મક્ષમા એટલે સ્વભાવરૂપ ક્ષમા પ્રાપ્ત થાય છે. ધર્મક્ષમાના લક્ષ્યપૂર્વક આરાધના કરવાથી વચનક્ષમા અહંકારમાં પરિણામ ન પામતાં, ઉત્તરોત્તર વિકાસ સાધક બની શકે છે. સાધના એ માર્ગ છે. સ્ટેશન નથી, એ દરેક સાધકે યાદ રાખવું જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org