________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
બધી આરાધના દ્રવ્ય આરાધના બની જશે. મૃત્યુ પહેલાં બધી ગૂંચો ઉકેલાઈ જવી જોઈએ. મૃત્યુ એટલે કુદરતની જપ્તી. ગવર્મેન્ટનું વોરંટ આવે છે ત્યારે દરોડા પડે અને ઊંધું-ચત્તું કરીને તમે જે કાંઈ ભેગું કર્યું હોય, તે ઉપાડી જાય, અને તમને પણ ઉપાડીને લઈ જાય, માત્ર ગૂંચોના અણઉકેલેલા કોયડાઓમાં તમે જપ્ત થઈ જાવ છો. જગતનો કાયદો છે કે અઘટિત રીતે જે કાંઈ મેળવ્યું છે, તે તમે રાખી શકશો નહીં. સમાધિમૃત્યુ પણ મળવું દુષ્કર બને છે.
૧૮૦
એક શ્રીમંતના ઘરમાં હીરા, મોતી, માણેક વગેરે ઘણું બધું જમીનમાં દાઢ્યું છે. અને માલિક સહકુટુંબ બહારગામ ગયો છે. ચોરો આવ્યાં. અત્યંત ઉંડાણમાં આ દાટેલું છે. ચોરોએ મજૂરી કરીને કાઢ્યું. લઈ જવાની તૈયારી કરે છે અને ત્યાં જ ઘરનો માલિક આવીને ઊભો રહી ગયો. તેની નજર જ પડી છે. બોલો, ચોર લઈ જઈ શકે ? તેનો માલિક આવ્યો છે તો લઈ જઈ શકે ? ચોર એમ કહે કે, શેઠ ! બધું ના આપો તો કાંઈ નહીં પણ આઠ કલાક કાળી મજૂરી કરી છે. પસીનાના રેલા કાઢીને બહાર લાવ્યા છીએ, તો ચોથો ભાગ આપો મળી શકે ? કેમ નહીં ? મજૂરી જેટલું પણ કેમ ન મળે ? No Right અધિકાર જ નથી. જે અઘિટત ચીજ છે તેને માટે તમે ગમે તેટલી મજૂરી કરો તો પણ તેના પર તમારી માલિકીહક સ્થાપિત કરી શકતા નથી. તમે સંસારમાં મજૂરી કરીને ભેગું કરો છો પણ માલિકી થઈ શકવાની નથી. No right flows from illegal action
સંસાર એ મ્યુઝીયમ છે, સંગ્રહાલય છે. મ્યુઝીયમમાં બધી ચીજ વસ્તુ જોવાની હોય કે લેવાની હોય ? મ્યુઝીયમમાં જે ગમે તે લઈ લેવાય ? ના, સંસારને જેને મ્યુઝીયમ તરીકે જોતાં આવડે તે છૂટી જાય. લેવાના ભાવથી સંસારમાં રહ્યા છો, માટે કર્મસત્તાના ઇંડા ખાવ છો. પાંચ પચીસ વર્ષ પછીનો સંસાર કેવો ભયાનક છે ? જગતમાં સુખમય સંસાર સોહામણો લાગે છે તે પાપના ઉદયથી આવનાર ભયંકર સંસારની કલ્પના કરવા દેતો નથી. માટે સુખને છોડવાનો માર્ગ મહાપુરુષો અપનાવે છે.
વિવેકી આત્મા સુખના ભોગવટાની પાછળ દુઃખ જુએ છે. જે ચીજ આપણી નથી તેની સાથે રહેવું પડે તો વિવેકી રહે ખરો, પણ પોતાની તો માને જ નહિ. પોતાની ન માની એટલે મૂર્છા ગઈ. અત્યંતર પરિગ્રહ ગયો, એટલે દુઃખ ગયું.
જગડુશાહ પાસે કેટલી સંપત્તિ હતી ? અબજોની સંપત્તિ હતી છતાં દુર્ગતિમાં નથી ગયા. તે અત્યંતર મૂર્છાથી રહિત હતા. અંદરથી માલિકીનો હક ગયો એટલે બહારથી જ પરિગ્રહ હતો અને તેથી અવસરે એનો પર માટે જ ઉપયોગ કર્યો છે. આ ન્યાયે જ ચક્રવર્તી સગતિમાં જઈ શકે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org