________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૭૯
કદાચ અંદરમાં વિકલ્પો ઊઠે તો એને મોઢેથી બોલીએ નહીં તો વિકલ્પો અંદરમાં શમી જાય છે. આ વાણીથી ન બોલવું એ દ્રવ્યમૌન છે અને આ દ્રવ્યમૌનથી પણ આત્મા સૌભાગ્યનામકર્મ, આયનામકર્મ, યશનામકર્મ વગેરે પ્રકૃતિ બાંધે છે. જે મહાપુરુષો હોય છે તે અલ્પભાષી હોય છે. તેઓ નિપ્રયોજન વ્યર્થ કદી બોલે નહીં. બોલવામાં આત્માની શક્તિ બહુ હણાય છે. અપેક્ષાએ વિર્યપાત કરતાં વાક્યાત વધુ ભયંકર છે. વિમલા તાઈ કહે છે કે જો તમારે જગતને તત્ત્વની વાત એક કલાક કહેવી હોય તો ત્રેવીસ કલાકનું મૌન કરવું પડશે. મૌન દ્વારા આત્માની શક્તિ વધે છે. મૌન દ્વારા આત્માની નિકટ જવાય છે. વચનને આદેય બનાવવું હોય તો મૌન એ શ્રેષ્ઠ માર્ગ છે. નહેરુને જે વાત કહેવા પચાસ વાક્યો જોઈએ, તે વાત સરદાર પટેલ બે વાક્યમાં કહેતા હતા. તેમણે મૌન દ્વારા શક્તિનો સંચય કર્યો અને દેશને કેટલો લાભ કરી બતાડ્યો. તેણે કાશ્મીરને બચાવ્યું.
અભાવિત અવસ્થામાં વિકલ્પો ઊઠવા એ શક્ય છે. પણ બોલવું તો ન જ જોઈએ. સાર્થક જ બોલવું. નિપ્રયોજન બોલવું એ પણ પ્રમાદ છે. હવે ક્યારેક અંદરથી વિકલ્પ ઊઠ્યો. મૂખના ટોળાની વચ્ચે બેઠેલાં છો એટલે બીજા બોલ બોલ કરે છે ત્યારે કદાચ બોલાઈ જાય છે તો પણ જાગૃતિ રાખવી કે કાયાથી તે ચેષ્ટા ન થઈ જાય, અને કદાચ કાયાથી ચેષ્ટા થઈ જાય તો તત્ત્વનું જાણકારપણું નાશ પામી જાય છે. હવે જો તત્ત્વવેદી બનવું હોય તો તત્ત્વવેદીનો આશ્રય લેવો જોઈએ, તેમની સેવા કરવી જોઈએ અને પોતાના મન – વચન - કાયાની ભૂલોની પ્રામાણિકતાથી આલોચના કરવી જોઈએ, તત્ત્વજ્ઞને પોતાની ભૂલો, પોતાની સ્કૂલનાઓ કહેવી, અને જે ઉપાય બતાવે તેનાથી આત્માને ભાવિત કરવો, તો એ આત્મા, તત્ત્વવેદી બની શકે
અમારે ત્યાં જે કાંઈ ભૂલો થાય છે તે ગુરુને કહેવાની વિધિ છે. તમારી ભૂલો, તમારા દોષો કહ્યા એટલે તમારો અહંકાર ગયો.
આ ભૂલો અને દોષોનો નિખાલસ ભાવે એકરાર કરતાં જે દુઃખ થાય છે, તેનાથી અનુબંધ તુટે છે.
તત્ત્વજ્ઞ તે છે કે જેના મનમાં અશુભ વિકલ્પ ઊઠે નહીં, અશુભ વિકલ્પ ઊઠે તો બોલે નહી, અને બોલે તો કાયાથી ચેષ્ટા કરે નહીં, અને કાયાથી ચેષ્ટા કરે અથવા થઈ જાય, તો પ્રાયશ્ચિત્ત કરે અને તે જો ન કરે તો તે તત્ત્વજ્ઞ કહી શકાય નહીં. સાધકે તત્ત્વના જાણકારનો નિરંતર ખપ રાખવાનો હોય છે. તેની સાથે જ નિરંતર રહેવાનું મન હોવું જોઈએ. તેમની નિશ્રામાં સતત રહીએ તો આપણી ક્ષતિઓ તેમને કહી શકીએ અને તો જ તત્ત્વને પામી શકાય છે. મનની ગૂંચો કોઈની પાસે નહીં ખોલો તો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org