________________
આર્યસંસ્કૃતિની ઝલક
૧૪૫
શણગાર સજે છે અને માટે જ પતિની ગેરહાજરીમાં સંપૂર્ણ સાદગીને અપનાવે છે. આયાવર્તની આ સંસ્કૃતિનાં દર્શન આપણને શ્રીપાલ રાજાના રાસમાં થાય છે. શ્રીપાળ રાજા જ્યારે પરદેશ જવા ઉત્સુક બને છે ત્યારે મયણા શું કહે છે ? તે સાંભળો. રાસના બીજા ખંડની બીજી ઢાળની ગાથા :
આજથી કરીશ એકાસણું રે, કર્યો સચિત્ત પરિહાર.
કેવળ ભૂમિ સંથારશું રે, તજ્યાં સ્નાન શણગાર.” પ્રત્યેક વસ્તુમાં વિવેક જરૂરી છે. પુરુષોને બહાર જવું હોય તો તૈયાર થતાં ૨ મિનિટ બસ થઈ પડે અને સ્ત્રીઓને બહાર જવા માટે ૨૦ મિનિટ ઓછી પડે છે. સંસારની આ બધી વ્યર્થ પ્રવૃત્તિમાં આત્માનો કિંમતી સમય ગુમાવી રહ્યા છીએ. આ બધામાં આપણા ભાવપ્રાણનો નાશ થાય છે. સંસારમાં કર્તા - ભોક્તા ભાવનો નાશ કરી જ્ઞાતા – દઝા બની જાવ, સંસારમાં મેં કર્યું એમ બોલવું પડે તો વ્યવસ્થા માટે બોલો પણ અંદરથી અવસ્થા બનાવીને ન બોલો. આ તો ભવિતવ્યતાનું નાટક છે. કર્મની કથની છે, કર્મનો કથલો છે. આપણે તો માત્ર કઠપૂતળીનાં પાત્રો જેવાં છીએ. કર્મોની દોરી પ્રમાણે જીવીએ છીએ, નાચીએ છીએ. વિવેકી વિચારે કે સંસારમાં મારે જીવવું જોઈએ એવી રીતે હું જીવું છું કે માત્ર જીવાય છે તેમ જીવું છું ? નિશ્ચયનયથી હું પુગલભાવનો કર્તા નથી. અને કરાવનાર પણ નથી અને કરનારને સારો માનવાનો મારો સ્વભાવ નથી. હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું, તે જડથી કેવી રીતે લેપાય ? આ જ વાતને જ્ઞાનસારમાં પ.પૂ.ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. જણાવે છે કે
नाऽहं पुद्गलभावानां कर्ता, कारयिताऽपि च,
नानुमन्ताऽपि, चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥ સ્યાદ્વાદદર્શન આ જણાવીને કહે છે કે વ્યવહારનયથી જીવ શુભાશુભ કર્મો બાંધે છે, તેના ફળને ભોગવે છે માટે તેના જીવનમાં વિવેક જરૂરી
દરેક પ્રવૃત્તિમાં આપણો કર્તુત્વભાવ હોય છે તે જ ભયંકર પાપોદય છે, તીવ્ર મિથ્યાભાવ છે.
આ જીવ સંસારમાં ભવિતવ્યતાને માનતો નથી, તેનો અહંકાર પોષાય છે. બધી પ્રવૃત્તિમાં તે કર્તૃત્વ ભાવ કરતો આવ્યો છે તેથી અહંકાર મોળો પડતો નથી. કવિએ કહ્યું છે કે “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.' ગાડા નીચે કૂતરું ચાલે છે અને મિથ્યાભિમાન કરે છે કે આ ગાડું હું ચલાવી રહ્યો છું. બસ આપણી પણ કંઈક આ જ દશા છે.
સંસારમાં જે પ્રસંગો બની રહ્યા છે, અને સંસારમાં જે પ્રસંગો બની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org