________________
૧૭૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ભટકવાપણું છે. તે ચિત્ત છે. મદારીના માંકડાની જેમ ફર્યા કરે છે. એમાં જે વિચારો છે તેનો સંગ્રાહક ચિત્ત બને છે ચિત્ત એ વિદેશપ્રધાન જેવું છે. વિદેશની મુલાકાતો લેવાની અને હિન્દુસ્તાનને ખાડામાં નાંખવાનું કાર્ય કરે
મનના જે વિચારો ચાલે છે તેમાં સલાહ આપવાનું, નિર્ણય કરવાનું, દોઢ ડહાપણ કરવાનું કામ બુદ્ધિ કરે છે બુદ્ધિ સારી હોય તો ઉપકાર કરે છે. અન્યથા નુકસાન કરે છે તે વખતે બુદ્ધિ ચારેમાં ખરાબ પુરવાર થાય છે. પ્રાઈમ મીનીસ્ટરનું કામ આ જ હોય છે. અહંકારનું કામ - બુદ્ધિ જે કરે તેના ઉપર સિક્કો મારવાનું છે. દા.ત. મનમાં ચોરીનો વિચાર આવ્યો, ત્યારે બુદ્ધિ પ્રાઈમમિનીસ્ટર છે. તે કહે, જો રાત્રે જજે, બાર વાગ્યે ઊઠજે. આમ જજે, તેમ જજે, ભીંતમાં આમ બાકોરું પાડજે. આ સલાહ આપે છે ને સલાહ આપી ખસી જાય છે અને પછી પકડાઈ ગયા તો માર કોને પડે ? મનને. ભોગવવું મનને પડે છે. મન સદ્દબુદ્ધિથી તરે છે. જ્યારે જ્યારે election ચૂંટણી થાય ત્યારે આનો જ વિજય થાય છે. બુદ્ધિ કહે તે સ્વીકારી લેવાનું. મનદ્વારા વિચારો આવે છે, ચિત્ત તેમાં ભટક્યા કરે છે. બુદ્ધિ જે વખતે જેવો અવસર આવે એવું અનુરૂપ કાર્ય કરે છે. અહંકાર કહે છે તું કરે છે તે બરોબર છે. સમજી લો. આ ચારે બદમાશોની ટોળી છે. એકે આત્માના હિતમાં કામ કરતાં નથી. સૌથી પહેલાં બુદ્ધિને ફટકો મારવા જેવો છે. બુદ્ધિને ફટકો મારવો હોય તો શું કરવાનું ? બુદ્ધિ સારી ચીજના શરણે ચાલી જાય અને જો બુદ્ધિનો ડખો નીકળી જાય તો મન તો શાંત જ છે અને ચિત્તને પણ ભટકવાનું બંધ થઈ જાય છે. અહંકાર તો બાપડો સિક્કો મારનાર જ છે. જે દિવસે બુદ્ધિ ડાહી તે દિવસે અહંકારનો અંત આવે છે. શું કરવું છે ? ઘરને સુધારવું છે ? પાંચ – પચ્ચીસ લાખનું ફરનીચર લાવ્યા. ઘર સજ્જ થયું. પણ આત્મઘરનું શું ? અત્યંતર તંત્રને સુધારો તો ઠેકાણું પડે. દશ્ય તો પુદ્ગલનું બનેલું છે, એને કદી સુધારી શકાતું નથી. દ્રષ્ટા સુધરી જાય તો કામ થઈ જાય. ગમે તેટલું સુધારો તો ય બગડે, તેનું નામ દશ્ય છે. સુધરેલું બગડે નહિ તો તેનું નામ દશ્ય નહિ. ગધેડો ક્યાં સુધી સ્વચ્છ રહે ? રાખનો ઢગલો ન જુએ ત્યાં સુધી; રાખ જોતાં જ તેને આળોટવાનું મન થાય છે. તમારા વિચારો ક્યાં સુધી સારા ? કહો, અહીંથી ઊઠીને નથી ગયા ત્યાં સુધી સારા, આ બધું રાખના ઢગલા જેવું લાગે છે ખરું ?
દેશ્ય એ અપૂર્ણતત્ત્વ છે, ખંડિત તત્ત્વ છે. આમેય. બગડેલું છે.
દૃષ્ટિ બગડેલી છે. પણ મૂળમાં સારી છે. માટે દષ્ટિને, બુદ્ધિને સુધારો. બે લડતાં હોય ત્યારે કોને સલાહ અપાય ? ડાહ્યાને કે ગાંડાને ? દુર્જન,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org