________________
૧૭૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
શાલીભદ્ર, ચક્રવર્તીઓ પુણ્યના ઉદયમાં રાજી નથી થયા, તો અવિનાશી પર્યાયને પામી શક્યા છે. .
અવિનાશી પર્યાયને પામવો. તેની ઝંખના કરવી એ જ મનુષ્યજન્મની સફળતા છે. વિનાશી પદાર્થો ગમે છે. એમાં જ આંખ ઠરે છે, એ સંસારનો મોહ પ્રત્યેક સમયે ચારિત્રમોહ બંધાવે છે. અને સંસારના મોહમાં ઇષ્ટત્વ થતાં દર્શનમોહ બંધાય છે.
વિનાશી ગમે એટલે મિથ્યાત્વમોહનીય બંધાય અને વિનાશીમાં રમે એટલે ચારિત્રમોહનીય બંધાય.
- આજે ઠીકરા જેવાં સુખો મળ્યાં છે પણ તમે ભ્રમમાં છો કે ચક્રવર્તી જેવું સુખ મળ્યું છે. આ ભ્રમણામાંથી બહાર આવી માનવતા, સજ્જનતા, દિવ્યતાને પ્રગટાવો.
માનવતા શેમાં છે? કહું? કોઈનું અણહક્કનું લેવું નહીં, કોઈનું અણહક્કનું ભોગવવું નહીં.
આમાં માનવતા છે. આ મર્યાદાને જાળવો, તો માનવતા આવે અને કોઈનું અણહક્કનું લીધું હોય તો વ્યાજ સાથે પાછું આવી દેવું. આવો માનવધર્મ સાચવે તેની સદ્ગતિ થાય. ધર્મક્રિયા કરે તેની સદ્ગતિ થાય જ એવો નિયમ નથી, પણ ગુણોને ટકાવે તેની સદ્ગતિ થાય જ. માનવતા આગળ વધીને સજ્જનતા ઉપર જાય છે. તે બીજાનું ભલું કરીને જ રહે.
માનવતાથી નીચેની કક્ષા પશુની – રાક્ષસની છે. માનવતાથી ઉપરની કક્ષા દેવની - પરમાત્માની છે. સજ્જન માનવતાથી યુક્ત જ હોય.
આપણું વિર્ય, ચૈતન્ય સ્વભાવને છોડીને પુદગલમાં રાગાદિ રૂપે પરિણમે છે તે બધો પ્રમાદ છે. અનાદિકાળથી આ પ્રમાદે આપણા આત્મા ઉપર સવારી કરી છે. જેમ જેમ મિથ્યાત્વ ઘટતું જાય, અનંતાનુબંધીનો હ્રાસ થતો જાય, તેમ તેમ પ્રમાદ ઘટતો જાય.
પહેલી, બીજી, ત્રીજી ચોથી દૃષ્ટિમાં ઉત્તરોત્તર પ્રમાદની ન્યૂનતા હોય છે. આત્મા શરમાવર્તમાં આવે, હળુકર્મી થાય, ઉપદેશ વગેરેને ઝીલે ત્યારે પ્રમાદ ઘટવાની શરૂઆત થાય છે. ૮ દૃષ્ટિનો વિકાસ કહો કે, ગુણસ્થાનકનો આધાર કહો તો રાગ – વૈષનું ઘટવાપણું એ જ કારણ છે.
આત્મા જેમ જેમ દષ્ટિમાં આગળ વધે છે, ગુણસ્થાનકમાં આગળ વધે છે તેમ તેમ રાગ - વેષ અને મોહ ઓછા થતા જાય છે. અને એ જ જીવનો વાસ્તવિક વિકાસ છે. રાગની પ્રત્યેક પ્રવૃત્તિમાં જ્યારે આત્મા દુઃખ જોતો થશે ત્યારે અધ્યાત્મની પ્રાપ્તિ થશે. સંસારના દુ:ખનું કારણ રાગાદિ પ્રવૃત્તિ છે. જ્યાં સુધી રાગમાં સુખ દેખાય છે ત્યાં સુધી પાપપ્રવૃત્તિ દેખાશે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org