________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
એ મહેલ ગમે છે કે મહેલમાં બેઠેલો તમને ગમે છે ? જે પરમાત્મા અંદર બિરાજમાન છે. તેમના અસંખ્ય આત્મપ્રદેશો સ્થિર છે. પદ્માસનની મુદ્રા પ્રશમરસમાં ડૂબેલી છે. તમે તેની સ્તુતિ કરો કે નિંદા કરો એમના મુખ ઉપરની રેખા જરા પણ ફરતી નથી. વીતરાગતા અને સર્વજ્ઞતાનાં દર્શન કરો તો પરમાત્માના સાચાં દર્શન કર્યાં કહેવાય. પોરવાડ વંશના ધન્ના સંઘવીએ આ દર્શન કર્યાં અને માટે જ તેમની ભક્તિ નિમિત્તે ૯૯ કરોડ સોનામહોરોનો વ્યય કરીને દેરાસર બંધાવ્યું.
૧૭૨
પ્રભુના મન, વચન, કાયાના યોગને સ્થિર જોઈને તમારે આલંબન લેવું જોઈએ. આજે તમારી કાયા અસ્થિર બની છે, તે રોગી છે, વચન યોગ પણ અપ્રિય બન્યો છે, મન પણ અશાંત છે. આ અસ્થિરતા, અપ્રિયતા, અશાંતતા તમને ખટકે છે ? તો જ્યાં ત્યાં ભટકી રહેલા મનોયોગને સ્થિર કરો, વચનનું મૌન સેવો. પણ આ બંને માટે કાયાને પહેલાં કોઈ આસનમાં સ્થિર કરો. કાયાને પહેલાં છ કલાક પદ્માસનમાં રાખી જુઓ, તોય તમને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત થશે. બધી નાડીઓ ચાલુ થઈ જતાં ધ્યાનમાં સ્થિરતા સહજપણે આવશે. પદ્માસન મુદ્રામાં બેસે તેને રાગ ઘટતો આવે, સંયમ માટે પદ્માસન એ શ્રેષ્ઠ આસન છે, બ્રહ્મચર્ય માટે સિદ્ધાસન એ શ્રેષ્ઠ આસન છે. હિમાલયનો યોગી સ્વામીરામ છે. તે પોતાના અનુભવના પુસ્તકમાં લખે છે કે બાલ્યકાળથી મારી માતાએ મને મારા ગુરુને સોંપ્યો. મારા ગુરુએ મારી માતા પાસે મારી માંગણી કરી. મારામાં મારા ગુરુને કાંઈક વિશેષતા દેખાઈ હશે, તેથી કહ્યું કે આ છોકરાને તું મને આપ હું એને સારામાં સારો યોગી બનાવીશ. માએ આ વાત સ્વીકારી લીધી. બાલ્યકાળથી છોકરાને યોગી, પદ્માસને બેસવાની તાલીમ આપે છે. તે ભૂલથી પણ ટેકો લે ત્યારે તેને લાત મારે છે. પણ મારા ગુરુએ મને લાત મારી એવો વિચાર મને ક્યારેય આવતો નહોતો. ગુરુ કદી લાત મારે ? ના એ તો ગુરુએ ચરણનો સ્પર્શ આપ્યો છે. આ positive વિધેયાત્મક વિચાર છે. ગુરુએ લાત મારી એવું વિચારવું તે negative નિષેધાત્મક વલણ છે. આખરે તે છોકરો હિમાલયનો યોગી સ્વામીરામ બને છે. પરમાત્માના શાસનમાં ‘હા'થી મોક્ષ છે. અને ના'થી સંસાર છે.
તમે જો નેગેટીવ એપ્રોચ કરશો તો બધાં તમારી સામે નેગેટીવ એપ્રોચ કરનારા મળશે.
તમને કોઈ પણ માણસ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ બતાવે, કાંઈ પણ કહે, તો હા જ કહેવી, ના ન કહેવી એવો નિયમ લેવો છે ? આ નિયમ લઈ લો અને તે કામ આપણાથી ન થાય તો કોઈ પણ દ્વારા કરાવી આપવું, તેને ચિંતામુક્ત કરવો, તેનું ટેન્શન ઓછું કરવું. આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org