________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદાભેદતા
૧૭૧
સારા. સંયોગો જોઈતા હોય તો સારા ભાવ કરો ને ખોટા સંયોગો જોઈતા હોય તો ખોટા ભાવ કરો.
ચારિત્રનો સંયોગ જોઈતો હોય તો સદ્દગુરુનો સંયોગ કરો, કાંટાથી કાંટો કઢાય તેમ સંયોગથી સંયોગ ટળશે. પાપમય વ્યાપારોનો અંત લાવવા માટે ધર્મમય વ્યાપારને આદરવો પડશે. સંયોગોનો અંત લાવવા માટે સારા સંયોગો મેળવવા પડશે. પણ તેમાં ચોંટી નથી રહેવાનું. જેને સંયોગમાં સુખ દેખાય છે તેના જેવો પાપનો ઉદય એકે નહીં. સંયોગમાં સુખ છે કે સ્વરૂપમાં સુખ છે ? સંયોગમાં સુખ દેખાય તે મિથ્યાત્વ છે. સારા સંયોગો, અનુકૂળ સંયોગો પણ આત્માને વિડંબના રૂપ છે. માટે સંયોગ એ જ ખરાબ છે. જીવ સુખના અને દુઃખના સંયોગોમાં અવિવેકી બન્યો છે માટે વિડંબના પામ્યો છે.
સંજોગમૂલા જીવન પત્તા દુઃખપરંપરા, તહા સંજોગસંબંધે સબૈ તિવિહેણ વોસિરિઅં.”
સંયોગ જ નહીં જોઈએ. સંયોગના કારણે થતાં સુખાદિ પણ ન જોઈએ. પુણ્યના ઉદયે મળેલા સારા – અનુકૂળ સંયોગો તમને ખટકતા નથી માટે સંયોગોનો અંત આવતો નથી. દુ:ખના સંયોગો ખટકે એ પણ વૈરાગ્ય નથી. ચક્રવર્તીને સંયોગો ખટકે છે તો એ ધર્મમાં આગળ વધી શકે છે. તમને સંયોગ જ ગમે છે. તમને એકલા રહેવામાં આનંદ આવે ? નથી આવતો. તમને તમારા બંગલામાં ૧૫ દિવસ એકલા રહેવું ગમશે ? સિદ્ધમાં તો એકલા જ રહેવાનું છે,
સ્થિરાસન, ધ્યાન, મૌન, એકાંતની ટેવ નહીં પાડો તો ખૂબ મુશ્કેલીમાં મુકાશો. એકલા પડીએ ને એકલવાયું ખટકે તે મહદશા છે. એકલા પડીએ ત્યારે મારું કોઈ નહીં, મારું કોઈ નહીં, એવું લાગે તે કાયરતા છે.
એકલા પડીએ ને અંદરમાં સમાઈ જઈએ એ અધ્યાત્મ છે. અંદરમાં પેસીને આ ભેદ પાડી દઈએ. સતત બધાનો સહવાસ ઈચ્છનારે બધાની વચ્ચે રહેવાની જે ટેવ પાડી છે, તેના કારણે મૃત્યુ વખતે મમત્વની પીડા વધી જશે. આ બધા સંયોગોથી છૂટા પડતાં છઠીનું ધાવણ નીકળી જશે. જીવવા માટે કેટલા સંયોગો જોઈએ છે ? આ શુભાશુભ સંયોગો જે મળ્યા છે તે ચાલુ રાખવા છે કે છેડો લાવવો છે ? આજે આ બધું છૂટી જતું હોય તો તમે રાજી કે નારાજ ? અરે તમે ભલે આ બધું ન છોડો પણ કદાચ કર્મોદયે છૂટી જાય અને તમે પરિણામ ન બગાડો તો ય મોટી લાયકાત ગણાશે. તમારી દૃષ્ટિએ તપાસો.
* રાણકપુરમાં જોવા જાવ છો. શું વખાણો છો ? કોતરણી ! ૧૪૪૪ થાંભલાઓથી મુગ્ધ બનો છો ! પણ હું તમને પૂછું છું કે તમને ૯૯ કરોડનો
Jain Education International 2010_05
For Privatė & Personal Use Only
www.jainelibrary.org