________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૬૯
વ્યવહાર મિથ્યા છે. અને જે નિશ્ચયને વ્યવહારની અપેક્ષા નથી તે નિશ્ચય મિથ્યા છે. નિશ્ચય અને વ્યવહાર તાણાવાણાની જેમ વણાયેલા છે. દિગંબરો નિશ્ચયને જ સત્ય કહે છે. વ્યવહાર તુચ્છ છે એમ માને છે. તેઓના મતે કાર્યકાળ નિમિત્તની માત્ર હાજરી હોય છે. પણ ના, એવું નથી. નિમિત્ત સામગ્રીનું આલંબન લેવાનું હોય છે અને એના દ્વારા જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. આત્માનું પરિણમન પણ નિરંતર ચાલુ છે. કષાય પરિણમન નિરંતર ચાલુ છે. તેના પરિણામે સુખ, દુઃખ આવે છે. પહેલા ગુણઠાણે કષાય પરિણમન કેવું હોય ? ચારે ચાર કષાયો ભરપૂર હોય, રાગ – વેષ, રતિ - અરતિ, શુભ-અશુભ ભાવો ઢગલાબંધ તીવ્રભાવે પ્રવર્તતા હોય, ત્યાં વાસ્તવિક ધર્મ કઈ રીતે ઘટી શકે ? કષાય પરિણમન ઘટે તો જ નિશ્ચયથી ધર્મ આવી શકે. પહેલા ગુણઠાણે કષાય પરિણમન ઘટતું દેખાય છે, પણ તે વાસ્તવિક ઘટતું નથી. મતિજ્ઞાનના ઉપયોગમાં પુગલોની ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ ઘટવી જોઈએ. એના ઉપર ઘા લાગવો જોઈએ, અને એ ન થાય તો વાસ્તવિક કષાય પરિણમન ઘટ્ય ન કહેવાય. તમને આજે જે સામગ્રી મળી છે તે પુણ્યથી મળી છે. તમે કહો છો કે મારી બુદ્ધિ અને મારી મહેનતથી મળી છે. પણ મારું કહેવું છે કે આ સામગ્રી પુણ્યથી મળી છે. મહેનતની સહાયથી મળે તેવું પુણ્ય હતું. જગતમાં ધન્ના, શાલીભદ્ર જેવું પુણ્ય વિરલનું હોય કે જેમણે મહેનત જ ન કરવી પડે, અરે ઇચ્છા પણ ન કરવી પડે. આપણામાં આત્મષ્ટિ નથી અને તેથી જ સ્વરૂપના અવર્ણનીય આનંદની શ્રદ્ધા થતી નથી. આપણે પ્રગટ નાસ્તિક નથી, પણ છૂપા નાસ્તિક છીએ. સંસારની આસક્તિ પૂર્ણ હોય, એના માટે પૂરી દોડાદોડ, મહેનત કરતા હો તો પછી ધર્મક્રિયાના ઓથા નીચે ધર્મી કહેવરાવવું એ વ્યાજબી નથી.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મા ઓળખાય છે, તેનું સ્વરૂપ સમજાય છે. મિથ્યાત્વ મોહનીયરૂપ દર્શન મોહનીયના ક્ષયોપશમથી આત્મસ્વરૂપની રુચિ થાય છે અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી આત્મસ્વરૂપ પમાય છે.
ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ એ કાયયોગ દ્વારા તપ, ત્યાગ અને સંયમથી વ્યક્ત થાય છે અને મનોયોગ દ્વારા, જ્ઞાન, ધ્યાન અને સમાધિથી વ્યક્ત થાય છે. અહીં મનોયોગમાં એક પણ અશુભ વિકલ્પ ઊઠે નહિ. સ્વરૂપના સુખમાંથી ઉપયોગ ખસે નહિ, આ નિશ્ચયનયનું ચારિત્ર છે જે તીર્થકરો પાળી બતાવે છે. ધન્ના કાકંદીએ પણ આવો છઠ્ઠા – સાતમા ગુણસ્થાનકનો મહાન મનોયોગ સાધ્યો છે. અભવ્યો પાસે વ્યવહાર ચારિત્રનો ક્ષયોપશમ ઉત્કટ કોટીનો છે પણ મનોયોગ સંબંધી ચારિત્રમોહનો ક્ષયોપશમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org