________________
૧૬૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
લેશ્યા બગડતાં વાર ન લાગી. અશુભ ભાવોથી પાછા ફરવું મુશ્કેલ હોય છે. અહીં જ કલ્યાણમિત્રની જરૂર હોય છે જે આપણને ગબડતાં પકડી શકે.
સંસાર એ ઢાળ છે એમાં કોઈની પ્રેરણાની જરૂર જ નથી, અંદરની સંજ્ઞા એ પ્રધાનપણે પ્રેરક બનીને તમને માર્ગદર્શન આપે છે. ધર્મ એ ચઢાણ છે એમાં હાંફ ચઢે અને કોઈના ટેકાની જરૂર પડે છે. તમે તમારા મનને કાબૂમાં ન રાખી શકો એવી પરિસ્થિતિમાં કલ્યાણમિત્ર ઉપયોગી બની શકે છે. અશુભભાવ આવી જાય તે ઠીક છે કારણ કે આપણે સહજ સુંદર નથી પણ અશુભભાવને ઘૂંટવાના ન હોય, શુભ ભાવોને ઘૂંટીને પ્રયત્નથી સુંદર બનવાનું હોય છે. અશુભ ભાવ આવી ગયા પછી તો ખબર પડે છે એટલે એની ચિંતા કરવા કરતાં આવેલા અશુભ વિચારોને બીજા અશુભ વિચારોનો પુરવઠો ન આપીએ તો તે ટકી શકતા નથી. જીવ જે જે સમયે જેવા જેવા ભાવથી આવિષ્ટ થાય છે તે તે સમયે તેવા તેવા પ્રકારના શુભાશુભ કર્મો બાંધે છે. જેવા ભાવ તેવા ભવ અને જેવો ભવ તેવું ભાવિ બનવાની શક્યતા છે.
આ શેઠ ત્યાં જ આયુષ્ય બાંધે તો ક્યાં જાય ? જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ” એ ન્યાયે શેઠે બોરના ભવનું આયુષ્ય બાંધ્યું. સીધા એકંદ્રિયમાં જવાનું થયું. કર્મસત્તા લપડાક મારીને કહે છે કે આવો ભાવ કર્યો - જા ઊતરી જા સડસડાટ નીચે, એકેંદ્રિયમાં ચાલ્યો જા, આ પ્રમાદ છે. વિષયોની આસક્તિ એ પ્રમાદ છે. વિષયાસક્તિ શું કામ કરે છે ? કર્મસત્તા નિષ્ફર છે. પ૭ ઉપવાસ કર્યા છે એ જોતી નથી. પણ કસાઈ કરતાં પણ વધારે ક્રૂરતા આચરે છે, એવું લાગે છે. પણ પદાર્થવિજ્ઞાન કહે છે આ જગતની પ્રક્રિયાને સમજો અને અશુભભાવોથી હટો. આખું જગત કાર્ય - કારણ ભાવને આધીન છે. કાર્યાર્થી કારણને ઇચ્છે છે અને કાર્ય ન જોઈતું હોય તો કારણનો ત્યાગ કરવો જોઈએ. કર્મસત્તા આ કાર્ય – કારંણ ભાવ cause effect relationshipના આધારે પ્રવૃત્ત થાય છે. એની નિષ્ફરતા એમાં જવાબદાર નથી, પણ આપણો પ્રમાદ તેમાં જવાબદાર છે. ઈષ્ટ ખાઈએ, અધિક ખાઈએ, લાવ, ચાખી લઉં એ પ્રમાદ છે. પાડોશીને ત્યાંથી ગરમાગરમ ભજીયાં આવ્યાં અને પેટ ભર્યા પછીથી ઈષ્ટ ચીજને પેટમાં પધરાવવી એ પ્રમાદ છે.
- અધિક ઊંધીએ એ પણ પ્રમાદ છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી ઊંઘ આવે છે. કેવલી ભગવાને આ કર્મ ખપાવ્યું છે, માટે ઊંઘ નથી. ઊંઘમાં ચેતના ઢંકાઈ જાય છે. માટે પ્રમાદ. નિષ્ઠયોજન વાણી, નિસ્પ્રયોજન વિચાર, નિપ્રયોજન વર્તન એ પણ પ્રમાદ છે. દુર્ગતિમાં લઈ જનારો વ્યવહાર છે.
મોક્ષસાધક વ્યવહારની તમને ખબર નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org