________________
૧૬૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
અણસણ (life time fast) એ યોગ્યતા વિના લઈ શકાતું નથી. ઉત્કૃષ્ટથી બાર વર્ષ અને જઘન્યથી એક એક વર્ષ સુધી સંલેખના કરવાની હોય છે. મધ્યમથી બેથી અગ્યાર વર્ષ સુધી સંખના કરવાની હોય છે. સંલેખના એટલે કૃશ કરવું, પાતળું કરવું.
(૧) દ્રવ્ય સંલેખના (૨) ભાવ સંલેખના
(૧) દ્રવ્યસંલેખનામાં અણસણ આદિ તપ કરી કાયાનો રાગ તોડી નાંખવાનો છે. લોહી – માંસ સુકાય છે ત્યારે આત્મપ્રદેશો શિથિલ થાય છે માટે બાહ્ય તપની આરાધના વડે હૃષ્ટપુષ્ટ કાયાને શોષવી જોઈએ.
(૨) ભાવસંખનામાં અત્યંતર તપ દ્વારા કષાયાદિને પણ પાતળા કરવાના હોય છે.
અત્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં અણસણની મનાઈ છે. ધૈર્યના અભાવમાં, સત્વહીનતાના કારણે આજે પહેલેથી સંથારો નક્કી થતો નથી. પણ સાગારિક અણસણ લઈ શકાય છે એટલે કે સોળ ઉપવાસના પચ્ચખ્ખાણ કરીને આગળ આગળ વધી શકાય છે. સમાધિ બગડે તો એમાં પારણાંનો અવકાશ છે. બધો આધાર સમાધિ ઉપર છે. આજે સાધુ શ્રાવક બંને આવી રીતે અણસણ કરી શકે છે. પ.પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. ડભોઈમાં અણસણ કરી પોતાનો દેહ છોડ્યો.
જેણે જીવનભર તપ કર્યો હોય તેને અણસણ આવી શકે. મૃત્યુના અંતિમ શ્વાસ સુધી ખાવાપીવાની ઈચ્છા ધર્માત્માને ન ઘટે.
તમે નક્કી કરો કે જગતની બધી ચીજો વોસિરાવીને મારે મરવું છે. જગતના બધા જીવો જોડે ક્ષમાપના કરીને મરવું છે. આ જ પ્રક્રિયા સંથારા પોરિસિની સત્તર ગાથામાં બતાવી છે. સંથારા પોરિસ શ્રાવક પણ ભણાવી શકે છે. ઉપયોગપૂર્વક એકેક શ્લોક બોલીને તમે સૂઈ જાવ પછી નિદ્રામાં કાલ કરો તો સ્વર્ગમાં જાવ. આજે તમે ટી.વી. જોઈને સૂઈ જાવ છો તે જ અશુભલેશ્યામાં મરી જાવ તો દુર્ગતિની ચોક્કસ સંભાવના છે. આ છે સંથારાપોરિસિ ભણાવીને સૂવાનું ફળ !!!
પરિણતિને વિકસાવવા માટેના આ બધા આલંબનો છે. પણ તમે આલંબનને આત્મસાત કરતા નથી એટલે યથાયોગ્ય ફળ મળતું નથી. તમને જીવલેણ રોગ આવ્યો હોય અને કોઈ કહે કે, “બહુ ઢીલા છો, તદ્દન સહનશક્તિ નથી.' તો તમને શું થાય ? સાચું કહેજો. લગભગ આ સાંભળીને કષાય જ આવે કે આટલું તો સહન કરી રહ્યો છું. તોય આવું બોલે છે ? પણ કદી પોતાની સત્ત્વહીનતાને સ્વીકારવા તૈયાર થયા છો ? અસહ્ય દુ:ખ પડતું જ નથી. સહ્ય દુ:ખ જ પડે છે. અને જે પોતાની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org