________________
૧૬૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સ્થૂલભદ્રને પોતાનો કરવા માટે છેલ્લામાં છેલ્લી કળા અજમાવી દીધી છે પણ વિજયી ફટકો winning strock લાગ્યો નહીં. સ્થૂલીભદ્રજી આ અવસરે સંપૂર્ણ મૌનપણે નિર્લેપ બનીને જોઈ રહ્યા છે. જાણે છે કે ચઢતા રોગે ઔષધ અપાય નહીં. આયુર્વેદ કહે છે કે ચઢતા રોગે ઔષધ કરવાથી રોગ દબાય છે, પણ નાશ નથી પામતો. અને દબાયેલો રોગ અવસરે પાછો ઊછળે છે. એટલે આયુર્વેદીઓ કહે છે કે રોગને ચઢવા દો. ચઢી જાય પછી ઔષધ આપો. જેને મોહ વધી રહ્યો છે એને શિખામણ અપાય નહિ.
જ નાનું બાળક રડે, તોફાન કરે, પણ એની મા આઘી - પાછી થઈ જતાં તેનું રડવાનું બંધ થઈ જાય છે અને મા દેખાતાં ફરી રુદન ચાલુ થાય છે.
રાગના પાત્રો છોડવા એ વ્યવહાર ધર્મ છે. રાગના પાત્રો ભૂલવા એ નિશ્વયધર્મ છે.
- ત્યાગીઓ રાગના પાત્રોને છોડે છે અને પરમાત્માના શાસ્ત્રોને સમજીને એના રાગને છોડે છે, અને છેવટે ભૂલે છે. દેવ – ગુરુ – ધર્મ - ધર્મીના સાન્નિધ્યમાં રહેવાથી મનોયોગ શુભભાવમાં રહે છે. અને સંસારમાં કંચન – કાયા - કુટુંબ - પરિવારના સહવાસમાં કાયાનું વિનાશી, પુણ્યાધીન સુખ મળે છે. અને સ્વરૂપ ઢંકાતું જાય છે. શ્રાવક કેવા સ્થાનમાં રહે ? દેવ – ગુરુ - ધર્મ એ બચાવનાર છે. દેવ – ગુરુના સાન્નિધ્યના ફળ સ્વરૂપે વિષયાસક્તિ, પરિગ્રહાસક્તિ, કષાયોત્પત્તિ ઘટે છે. સંસારનાં પાત્રો સાથે રહેવાથી આરંભ - સમારંભ વધે છે.
કોશા અંતે કંટાળીને કહે છે – તમે પત્થર જેવા છો, પૂર્વનું બધું સ્મરણ કરાવવા છતાં સંવેદનશીલ નથી બનતા. સ્થૂલભદ્ર સમજે છે, અત્યારે મૌનમાં જ મજા છે. અત્યારે મોહજ્વર, કામફ્તર વધી રહ્યો છે. કોશાએ સામેથી માંગ્યો ત્યારે ઉપદેશ આપ્યો છે.
તે બેબાકળી બનીને પૂછે છે. તમને મુક્તિરામણી કેવી લાગી છે કે જેથી મને ભૂલી ગયા છો ? ત્યારે વિવેકથી એને સમજાવે છે.
સંસાર પરસ્પર રાગની વૃદ્ધિથી ચાલે છે. ' ધર્મ પરસ્પર વિવેકથી ચાલે છે.
વજસ્વામીના પ્રસંગમાં પણ વિવેક મહત્ત્વનો ભાગ ભજવે છે. વિવેકી જે પ્રવૃત્તિ કરે છે તે દેખીતી રીતે - લોકષ્ટિએ ઉચિત ન લાગવા છતાં પાપબંધનું કારણ બને નહિ. મોહના નાશના ઉપાય તરીકેનું તે પ્રવર્તન હોવાથી તે નિર્જરા જ કરે છે. વિવેકી દીર્ધકાળના લાભ - નુકસાનને જોઈને પ્રવૃત્તિ કરે. તેથી વજસ્વામીએ માતાનો, પોતાના પરનો રાગ ઘટાડવા છ-છ મહિના સુધી રૂદન કર્યું તે સ્વ-પર ઉપકારક હોવાથી તે પુણ્યબંધ અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org