________________
પ્રભુદર્શન કેવી રીતે થાય ?
૧૬૧
રખડપટ્ટી છે. આ બેનો મેળ બેસે છે ?
આ બંને વસ્તુઓનો વિરોધાભાસ છે. એક ગમે તેને બીજું હૃદયથી ન ગમી શકે. કાકંદી પડ્યો છે. માતાને એકનો એક, કાળજાની કોર જેવો છે. ભગવાન મહાવીરની એક જ દેશના સાંભળીને વૈરાગ્ય પામી જાય છે. એક જ દેશનાથી વૈરાગ્ય પામનારા જીવો પૂર્વભવની સાધના લઈને આવેલા હોવાનો સંભવ છે. અધૂરી યોગસાધનાને પ્રભુની વાણીનું નિમિત્ત મળતાં તેનો વૈરાગ્ય જ્વલંત બને છે. એ વૈરાગી આત્મા સંસારમાં કોઈનો બને ? એ માતાનો નહીં, એ પિતાનો નહીં, એ પત્નીનો પણ નહીં. જેનો વૈરાગ્ય પ્રચંડ હોય છે એને એક અબજ માણસો પણ ભેગા થઈને પકડીને ઘરમાં રાખી ન શકે. આખી દુનિયા પણ એના વૈરાગ્યને નાથવા માટે અસમર્થ બને છે. વૈરાગ્યનો force એવો બળવાન હોય છે કે એને ઘરમાં પૂરી રાખો તો ય એ વૈરાગ્યભાવમાં જ હાલે. ધન્નો દેશના સાંભળી ઘરે આવે છે. ઘરે આવીને માતા પાસે દીક્ષાની રજા માંગે છે. માતા તો આ સાંભળીને મૂચ્છિત થઈ જાય છે. તો પણ એને કાંઈ થતું નથી. વિરાગી એ રાગના પ્રલોભનોમાં ફસાય નહીં, અને રાગનાં, પ્રલોભનોમાં ફસાય એ વિરાગી નહિ. વિરાગીનો અર્થ નિષ્કર પરિણામવાળો નહીં પણ વિરાગી એટલે વિવેકી. પોતે તો રાગમાં ફસાય નહીં, પણ બીજાને ય રાગમાં ફસાવે નહિ.
- શાલિભદ્રને વૈરાગ્ય થયો છે અને એની માતા દીક્ષાની રજા માંગતાં શાલિભદ્રને જોઈને મૂચ્છિત થઈને ધરતી ઉપર ઢળી પડે છે. દાસ – દાસી, અન્ય પરિવાર બધા દોડી આવે છે, દવા વગેરે ઉપચાર કરે છે. પણ શાલિભદ્ર સામે, એમ ને એમ નિષ્ક્રિય ઊભો છે. એને તમારા જેટલો પ્રેમ નહીં હોય? શું એ નિષ્ફર હશે? એને માતા પ્રત્યે ભક્તિ નહીં હોય ?
જૈન શાસનના વિવેક અને વૈરાગ્ય સમજવા જેવા છે. એ સમજે છે કે માતાને મોહની મૂચ્છ છે અને મૂચ્છ હોય ત્યારે જવાય નહીં ? આ વિવેક અને વૈરાગ્યના બે પાટા ઉપર મોક્ષનો રથ અસ્મલિત ગતિએ ચાલ્યો જાય છે. જે મોહથી રૂવે એને છાના રખાય ? છાના રાખવાનો પ્રયત્ન કરાય ? એનાથી એને લાભ ન થાય. એને સમજાવાય ? ના, તે કાળ એને સમજાવવા માટે અયોગ્ય છે. વિવેકી સામા આત્માનો રાગ વધે એવું કરે નહિ, વિવેકી સામે આત્માનો રાગ ઘટે એવું જ કરે. સમજણ પણ અયોગ્ય સમયે આપવાથી, અયોગ્ય વ્યક્તિને આપવાથી, અયોગ્ય રીતે આપવાથી લાભને બદલે નુકસાનકર્તા બની શકવાનો સંપૂર્ણ સંભવ છે.
કોશા વેશ્યાએ સ્થૂલભદ્રના ચિત્તનું આવર્જન કરવા માટે કેટલાં તોફાનો, કેટલા હાવભાવ, કેટલા કટાક્ષો કર્યા છે ? ષટ્રસનાં ભોજન પોતે ખાધાં છે અને સ્થૂલભદ્રને વહોરાવ્યાં છે. કામોત્તેજક દ્રવ્યોનો પ્રચુર ઉપયોગ કર્યો છે.
Jain Education International 2010_05
:
For Private & Personal Use Only
www.jainelibrary.org