________________
પ્રભુદર્શન કેવી રીતે થાય ?
ખરેખર તો ભાવ જાગવા માંડ્યા ત્યાં દર્શને લંબાવાય, સ્તુતિ – સ્તવન વધુ બોલાય, તો ભાવ પુષ્ટ થાય, ભાવમાં ઝીલવાનું થાય, હૈયું નાચે, હૈયાના તાર ઝણઝણે, ભક્તિધર્મની શ્રદ્ધા વધે, પ્રભુનાં દર્શન ઉઘાડી આંખે કર્યા, પછી આંખ મીંચીને માનસિક પ્રભુદર્શન કરાય.
(૧) બંધ આંખે પ્રભુને મનની સામે રાખી તાકીતાકીને પ્રભુની વીતરાગતામય ચક્ષુકીકી જોતા રહેવાય.
(૨) એમાંથી જાણે શાંત સુધારસ અને વીતરાગતાનો ફુવારો નીકળી આપણા ઉપર પડી રહ્યો છે ! એ ભાવ ઊભો કરાય !
(૩) પ્રભુની સાથે વાત થાય, અર્થાત્ પ્રભુને સ્તુતિ. સ્તવનોની કડીઓના આધારે આપણી અરજી કહેવાય. આવું માનસિક પ્રભુદર્શન લાંબું ન ચલાવી શકાય, તો વચમાં વચમાં આંખ ખોલીને સહેજ પ્રભુની મુખમુદ્રા જોઈ લઈ, પાછી તરત આંખ મીંચી એ કામ ચાલુ કરાય. આવી રીતે સાધના કરવાથી ધર્મની શ્રદ્ધા સંપ્રત્યયરૂપ, સહજ હાર્દિક પ્રતીતિ રૂપ બનવા માંડે.
Faith must follow by conviction. શ્રદ્ધા એ પ્રતીતિથી અનુસરાવી જોઈએ. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા ઊભી કરવા માટે ધર્મયોગમાં દિલ ચોંટવું જોઈએ, ભળવું જોઈએ ને ઠરવું જોઈએ.
સૌ પ્રથમ પંચેંદ્રિય જાતિનામ કર્મના ઉદયથી અને ચક્ષુદર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી આંખોથી – ચર્મચક્ષુથી પ્રભુની મૂર્તિના દર્શન કરવા જોઈએ. ભગવાનની આકૃતિ પ્રશમરસમાં નીતરતી છે. જ્ઞાતા – દ્રષ્ટા ભાવવાળી છે. દિગંબરોની મૂર્તિઓ નિમીલિત નયનોવાળી એટલે બંધ આંખોવાળી અથવા અર્ધ નિમીલિત હોય છે. ધ્યાન સાધના માટે ધ્યાનસ્થ અવસ્થામાં રહેલ મૂર્તિ ઉપકારક છે. ભક્તિયોગ માટે પ્રશમરસ નિમગ્ન – વીતરાગમૂર્તિ ઉપકારક છે. જૈનશાસનને બંને માન્ય છે. માત્ર એક સાધક અવસ્થાની મૂર્તિ છે. બીજી વીતરાગ અવસ્થાની છે. તે ધ્યાનદશા અર્થાત્ સાધકદશા સૂચવે છે. પ્રભુની આંખોમાંથી કરુણારસનો સ્ત્રોત (પ્રવાહ) નીકળી રહ્યો છે અને તેમાં આપણે સ્નાન કરવાનું છે. | દર્શન માટેની બીજી પ્રક્રિયામાં શાસ્ત્રચક્ષુથી પ્રભુનું સ્વરૂપ જાણવાનું હોય છે. શ્રી ભક્તામર સ્તોત્રની ૨૭મી ગાથામાં પ્રભુના ભાવનિક્ષેપનું વર્ણન કરતાં માનતુંગસૂરિજી મ. ફરમાવે છે કે.
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैः त्वं संश्रितो निरवकाशतया मुनीश,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org