________________
શાસ્ત્રયોગ
૧૫૭
શ્રદ્ધા વધારતા રહેવાય. એટલે ? “જ્ઞાની કહે છે માટે ત્યાગ – ક્ષમા, અહિંસાદિ ધર્મ આચરો” એ શ્રદ્ધાથી આગળ વધી પોતાને સ્વતઃ લાગી જાય કે “એ ધર્મ જ કરાય' એ ધર્મ જ આચરવાની અંતરમાં સહજ પ્રતીતિ થાય, અર્થાત્ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા થાય. ચંદનમાં સહજ સુગંધ, એમ હદયમાં ધર્મનો સહજ ભાવ થાય.
શું ક્ષમાદિધર્મની આ શ્રદ્ધા, ક્ષમાદિનો આ સહજ ભાવ આપણે કરી લીધો છે ? ““કર્મની વેઠમાં વધારે શું કરી શકાય ?' એમ બહાનું કાઢનાર શું તાવ આવે તો કર્મની વેઠ સમજીને બેસી રહે છે ? કે દવા – હવાનો ઉપચાર કરે છે ? શું કર્મને આપણે સર્વથા પરાધીન કે કર્મ વારંવાર તમાચો મારી જાય ? ના, કર્મરોગ કાઢવા દવા થઈ શકે. એના માટે જૈનશાસન એવા કીમિયા બતાવે છે કે જે આદરવાથી કર્મને તમાચા લાગતા જાય, કમતાવ ઊતરતો જાય, એમાં આ એક કીમિયો કે ધર્મનું શ્રદ્ધાબળ વધારતા રહેવાય શાસ્ત્રના આલંબને થતી ધર્મશ્રદ્ધાને સહજભાવની શ્રદ્ધારૂપ બનાવતા જવાય તો શ્રદ્ધાબળ વધે.
“જ્ઞાની કહે છે માટે ધર્મ કરવો જોઈએ, માટે ધર્મની ઇચ્છા છે' એમ નહિ, પરંતુ ધર્મ જ આપણા આત્માનું સ્વરૂપ છે તેથી એની ઈચ્છા છે. આ સ્થિતિ ઊભી કરવાની છે. દા.ત. તમને કોઈ પૂછે કે તમે ખાનપાન કેમ કરો છો ? તો આરોગ્ય શાસ્ત્ર આગળ નથી કરાતું, પરંતુ એની સહજ ભૂખ છે. તૃષા છે, ધર્મની સહજ ઇચ્છા, સહજ પ્રેમ, સહજભાવ છે, માટે ધર્મ સહેજે કરાતો રહે, ત્યાં ધર્મની સંપ્રત્યયાત્મક શ્રદ્ધા આવે. એ માટે દા.ત. એમ વિચારવાનું કે – ““સંસારની વેઠ કરતાં કરતાં હું વેઠિયો – મજૂર થઈ ગયો, હવે લાવ, એ વેઠમાંથી છૂટવા ધર્મ સંભાળું. ધર્મ જ મારું સ્વરૂપ છે. સંસારવેઠ મારું સ્વરૂપ નથી. આ શ્રદ્ધા વધારતા જવાય, ત્યારે, પરાકાષ્ઠાએ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા ઊભી થાય.
સંપ્રત્યયાત્મક ધર્મશ્રદ્ધા થવાનું લક્ષણ એ છે કે, પછી ધર્મ સ્વાભાવિક રીતે થાય. ખાવા પીવાની ક્રિયા કેવી સહજભાવે થાય છે ? ખાવા પીવાના હજારો ટંક થવા છતાં ક્યારેય ખાવાનો કોળિયો કે પાણીનો ઘૂંટડો મોને બદલે નાકમાં નથી પેસી જતો. ખાતી પીતી વખતે બીજા – ત્રીજા વિચાર આવે તોય ખાવાપીવાની ક્રિયા તો મનના ઉપયોગથી સહજભાવે વ્યવસ્થિત જ ચાલે છે. બસ, તેવી રીતે જીવનમાં ધર્મસાધના મનના ઉપયોગ સાથે એવી સહજ સ્વભાવથી થઈ જાય, કે, મનનો સહજ ઉપયોગ ધર્મમાં જ રહ્યા કરે. ધર્મના ફળનો અધિકારી તે જ, કે જે મુખ્યત્વે ધર્મમાં મનનો ઉપયોગ રાખે, જાગૃતિ રાખે. એ જો ન હોય તો ક્રિયા સંમૂર્છાિમ થઈ જાય, યા દુન્યવી ફળની આશંસાવાળી થાય. એટલે કે મનનો મુખ્ય ઉપયોગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org